Home /News /entertainment /Video: લતા મંગેશકરના “આ જાને જા” ગીત પર વૃદ્ધ દંપતી થયા રોમેન્ટિક, કર્યો સુંદર કપલ ડાન્સ

Video: લતા મંગેશકરના “આ જાને જા” ગીત પર વૃદ્ધ દંપતી થયા રોમેન્ટિક, કર્યો સુંદર કપલ ડાન્સ

વૃદ્ધ દંપતી થયા રોમેન્ટિક

Viral Video: આ વિડીયો કોઈ ટીનેજર્સ કે યુવા નવદંપતીનો નહિ પરંતુ એક વૃદ્ધ દંપત્તીનો છે. જેમનો પ્રેમ જોઈને ઈન્ટરનેટ પર લોકો તેમનામાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને ખુશ થઇ રહ્યાં છે.

    Elderly Couple Dance Video : તમે ઇન્ટરનેટ પર કપલ ડાન્સ તો ઘણા જોયા હશે પરંતુ અત્યારે એક એવો ડાન્સ વિડીયો વાઇરલ થયો છે જે જોઈને તમે લાગણીમાં ભીંજાય જશો. જો તમે પ્રેમ અને સોલમેટ જેવી લાગણીઓમાં વિશ્વાસ કરો છો, તો આ વિડીયો જોઈને તમારું દિલ ખુશ થઇ જશે. સૌથી ખાસ વાત એ છે કે આ વિડીયો કોઈ ટીનેજર્સ કે યુવા નવદંપતીનો નહિ પરંતુ એક વૃદ્ધ દંપત્તીનો છે. જેમનો પ્રેમ જોઈને ઈન્ટરનેટ પર લોકો તેમનામાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને ખુશ થઇ રહ્યાં છે.

    એક પાર્ટીમાં લતા મંગેશકરના આ જાને જા પર ડાન્સ કરતા વૃદ્ધ યુગલની ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ છે. તેમના ભાવ અને તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈએં લોકોનું દિલ ખુશ થઇ ગયું છે.

    આ પણ વાંચો: Video: બાળક પાસે જિરાફને ખવડાવવું પડ્યું મોંઘુ, હવામાં ઊંચકી લેતાં ગભરાયા માતા-પિતા

    આ વાયરલ વિડીયો રોબિન નાકાઈ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ શોર્ટ ક્લિપમાં લતા મંગેશકર(Lata Mangeshkar song)ના આઇકોનિક ગીત પર વૃદ્ધ બિરિંદર અને અમરજ્યોત ગિલને ધીમો ડાન્સ કરતા જોઈ શકાય છે. તેમની ખુશી અને લાગણી ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ સિવાય તેઓ જે રીતે સાથે ફરતા હતા તેના પરથી તેમનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો.








    View this post on Instagram






    A post shared by Robin Nakai (@robinnakai)






    બિરિંદર અને અમરજ્યોત ગિલને પ્રેમથી ગીલી અને એજે કહેવામાં આવે છે. આ વૃદ્ધ કપલ ચંડીગઢનું છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "એક લવ સ્ટોરી...ડાન્સ અને મ્યુઝિકમાં." આ વિડીયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ કપલના પ્રેમને જોઈને લોકો દિલથી ગદ્દગદ્દ થઇ ગયા અને કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

    આ પણ વાંચો: VIDEO: મેળામાં ચકડોળ તૂટ્યો અને આકાશમાંથી લોકો નીચે પટકાયા, કેટલાય થયાં લોહીલુહાણ

    એક યુઝરે લખ્યું, "આટલું સુંદર કપલ..અને એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમના ડાન્સમાં પ્રતિબિંબિત થાય છે." અન્ય યુઝરે ટિપ્પણી કરી, "આને લૂપ પર જોવું છું! ખૂબ સુંદર."

    અહીં ઉલ્લેખનીય છે કે, આ જાને જાને... ગીત 1969ની ફિલ્મ ઈન્તેકામનું છે. આ ગીત અનેક લોકોને ગમે છે અને કપલ ડાન્સ માટે ઘણા લોકોનું ફેવરિટ છે. જે રીતે આ વૃદ્ધ દંપતીએ આ ગીત પાર ડાન્સ કર્યો છે ઘણા લોકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Couple, Dance video, વાયરલ વીડિયો

    विज्ञापन
    विज्ञापन