Home /News /entertainment /શાલીન ભનોટના હાથમાં એકતા કપૂરનો શો, બિગ બોસ બાદ 'રાક્ષસ' બનીને ફેન્સના દિલ જીતશે, પ્રોમો થયો રિલીઝ

શાલીન ભનોટના હાથમાં એકતા કપૂરનો શો, બિગ બોસ બાદ 'રાક્ષસ' બનીને ફેન્સના દિલ જીતશે, પ્રોમો થયો રિલીઝ

બિગ બોસમાં શાલીન ભનોટ અને ટીના દત્તાના સંબંધો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: Instagram @shalinbhanot)

શાલિન ભનોટે બિગ બોસના ઘરમાં દર્શકોનું દિલ જીતી લીધું હતું. પોતાની અલગ સ્ટાઈલથી તે લાંબા સમય સુધી શોમાં છવાયેલો રહ્યો. હવે શાલીનને એકતા કપૂરના પ્રોડક્શનમાં પણ રોલ મળ્યો છે. શાલીન ટૂંક સમયમાં સીરિયલ 'બેકાબૂ'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે 'ઈશ્ક શુભાનલ્લાહ' ફેમ અભિનેત્રી ઈશા સિંહ પણ જોવા મળશે. આ શો અલૌકિક શક્તિ ધરાવતા બે લોકો પર આધારિત છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ બિગ બોસ સિઝન 16માં શાલિન ભનોટને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. શાલીન માટે સ્પર્ધક તરીકે શોના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવાનું સૌથી મોટું કારણ પણ આ જ હતું. ભલે શાલીન આ શોનો વિજેતા ન બની શક્યો. પરંતુ તેને હાલ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે. અને ટીવી ક્વીન એકતા કપૂરે શાલીનને આ તક આપી છે. જેમાં શાલીનના શોની પહેલી ઝલક પણ સામે આવી છે.

હાલમાં જ શાલીનના શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોઈને તમને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ચોક્કસ યાદ આવી જશે. આ સુપરનેચરલ પાવર શોમાં શાલીન સાથે ઈશા સિંહ પણ જોવા મળશે. આ પહેલા તે 'ઈશ્ક સુભાનલ્લાહ' શોમાં જોવા મળી હતી. હવે આ શોનો પ્રોમો ખુદ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.








View this post on Instagram






A post shared by EktaaRkapoor (@ektarkapoor)






શાલીનના શોનો પ્રોમો સામે આવ્યો છે

શાલીનનો શો 'બેકાબુ' એક કાલ્પનિક અલૌકિક શો છે. જેમાં બે શક્તિઓ ધરાવતા લોકોની વાર્તા કહેવામાં આવી છે. આમાં શાલીન ભનોટ રાક્ષસના રોલમાં જોવા મળશે. બીજી તરફ આ સીરિયલમાં ઈશા સિંહ પરીના રોલમાં છે. શાનો પ્રોમો સામે આવ્યો છે. ફેન્સને પણ આ  પ્રોમોને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ પ્રોમોમાં રાક્ષસ અને પરીની આ પ્રેમકહાણીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના રણબીર કપૂરની હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ  વાંચો : ચીનમાં મળી આવ્યો દુનીયાનો સૌથી ઓછી ઉમરનો અલ્ઝાઈમરનો દર્દી, વૈજ્ઞાનિકો માટે રહસ્ય, વાંચો કેસ સ્ટડી

શું છે ઈશા સિંહના રોલની ખાસિયત

ઈશા સિંહે હાલમાં જ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સિરિયલ 'બેકાબૂ'માં બેલા નામની સાદી છોકરીનો રોલ કરી રહી છે. બેલાની અંદર કેટલીક એવી શક્તિઓ છે, જેના વિશે તે પોતે પણ નથી જાણતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી મોનાલિસા 'બેકાબૂ'માં પણ જોવા મળી શકે છે. 'શાલીન ભનોટ'ના ફેન્સ તેને આ શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, શાલીન પોતે બિગ બોસ 16 પછી આ નવા શોમાં એન્ટ્રી કરીને ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે 'બેકાબૂ'નો પ્રોમો વીડિયો જોયા બાદ ફેન્સ આ શોના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ પ્રોમોના VFXને પણ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક કહે છે કે શાલીન આ શો માટે યોગ્ય પસંદગી નથી.
First published:

Tags: Big Boss, Bigg Boss Contestants, Ekta Kapoor