Ekta Kapoor to produce 27 projects in 2022: એકતા કપૂર (Ekta Kapoor)ને કન્ટેન્ટ ક્વીન માનવામાં આવે છે. મોટી સ્ક્રીન હોય, ટીવી હોય કે ઓટીટી (OTT), એકતા કપૂર દરેક રીતે દર્શકોને આકર્ષી રહી છે. પ્રોડ્યુસર એકતા કપૂર, જેને તેના કામ માટે તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ (padmashree award)થી નવાજવામાં આવી હતો, તેણે હવે દર્શકો સામે આવતા વર્ષ માટે તેની યોજનાઓ સ્પષ્ટ કરી છે. એકતા દરેક માધ્યમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા જઈ રહી છે અને આ દિશામાં પગલાં લેતા નિર્માતાએ આવતા વર્ષે તેના 27 પ્રોજેક્ટ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. ટીવી પર તેની સુપરહિટ શ્રેણી 'નાગિન'ની 6ઠ્ઠી સીઝન (Naagin 6) લાવવાથી લઈને 'લવ, સેક્સ અને ધોખા 2' (Love, Sex and Dhokha 2) જેવી ફિલ્મોની સિક્વલ લાવવા સુધી, એકતા કપૂર આવતા વર્ષે દર્શકો માટે ઘણી બધી નવી વસ્તુઓ લઈને આવશે.
એકતા કપૂરના કેટલાક પ્રોજેક્ટ્સ શૂટ થઈ ગયા છે અને રિલીઝ માટે તૈયાર છે, જ્યારે કેટલાક હજી વિકાસના તબક્કામાં છે. વર્ડીક્ટ 2, મેન્ટલહુડ સીઝન 2, અપહરણ 2, બાવીસ લોકર રૂમ, ક્લાસ ઓફ 2021, બારિશ 3, બેન્ડ એઇડ, પૌરશપુર સીઝન 2, બેંક હેઇસ્ટ, અ કોલ્ડ મેસ, એકતાના OTT પ્લેટફોર્મ Alt બાલાજીના કેટલાક આગામી આ પ્રોજેક્ટ છે. આ તમામ આવતા વર્ષે રિલીઝ માટે તૈયાર છે. તેમાંથી કરિશ્મા કપૂરે 'મેન્ટલહુડ'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે, કરિશ્મા આ સિરીઝમાં વાપસી કરશે કે પછી તેની જગ્યાએ કોઈ અન્ય એક્ટ્રેસ જોવા મળશે.
ટીવી સ્પેસની વાત કરીએ તો, આવતા વર્ષે એકતા કપૂર કલર્સ ચેનલના સુપરહિટ શો 'નાગિન' એટલે કે 'નાગિન 6'ની બીજી સીઝન લાવશે. આ સિવાય 'કસમ તેરે પ્યાર કી 2', 'કહાં હમ ચલે', 'ઇતના કરો ના મુઝે પ્યાર 2' આવી રહી છે. એકતા પાસે ઘણી ફિલ્મો પણ છે. ફિલ્મોની લાઇન-અપમાં 'એક વિલન રિટર્ન્સ', 'ફ્રેડી', 'યુ ટર્ન', હંસલ મહેતાની આગામી થ્રિલર, શાહિદ કપૂર સ્ટારર 'જર્સી', 'ગુડ બાય', 'કેટિના', 'શેહજાદા', 'શૂટઆઉટ એટ 'ભાયખલા', 'દોબારા' અને 'લવ સેક્સ ઔર ધોખા'ની સિક્વલ 'LSD 2' નો સમાવેશ થાય છે.
વર્ષ 2022 માં રિલીઝ થવાના તેના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં, એકતાએ કહ્યું, “હું અને મારી ટીમ 2022માં 27 થી વધુ પ્રોજેક્ટ્સ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છીએ તે જાહેર કરતાં મને ખૂબ આનંદ થાય છે. અમારી પાસે દરેક પ્લેટફોર્મ માટે ઉત્તમ સામગ્રી છે પછી તે થિયેટર, વેબ શો અથવા ટીવી ચેનલો હોય. જ્યારે દર્શકોના મનોરંજનની વાત આવે છે, ત્યારે બાલાજીમાં અમે હંમેશા નવા પ્રયોગો અજમાવીએ છીએ અને હંમેશા ઉપર આવવાનો પ્રયાસ કરીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર