શું સલમાન ખાનના કારણે એકતા કપૂર નથી કરી રહી લગ્ન?

 • Share this:
  ટીવીની ક્વીન એકતા કપૂર કે જ્યાં પોતાના હિટ ટીવી શોઝમાં લગ્ન અને પ્રેમ મોહબ્બતના ટ્વિટસ્ટસથી દર્શકોની વાહવાહી લૂંટી રહી છે. ત્યાં તેમના ફેન્સ હંમેશા તેને સોશિયલ મીડિયા પર સવાલ કરે છે કે તેને શા માટે લગ્ન નથી કર્યાં?

  સલમાનના કારણે એકતા નથી કરી રહી લગ્ન?
  એકતા કપૂરની ઉંમર 43 વર્ષ છે. પરંતુ હજુ સુધી તેને પોતાનો જીવન સાથી નથી મળ્યો. મીડિયા પણ હંમેશા એકતા કપૂરને તેના લગ્ન વિશે પૂછતી રહે છે. પરંતુ એકતા કપૂર આ વાતો પર પોતાનું રિએક્શન ક્યારેય નથી આપતી.

  હાલમાં જ મીડિયાએ એકતા કપૂરને તેના લગ્નને લઈને સવાલ કર્યો કે, તે હવે ક્યારે લગ્ન કરશે? ત્યારે તેમને કહ્યું કે - 'સલ્લુ ભાઈ કે દો સાલ બાદ...'

  એકતાના આ જવાબ પરથી સાફ થઈ જાય છે કે એકતા પણ લગ્નના મામલામાં સલમાન ખાનના પગલા પર ચાલી રહી છે. જો કે સલમાનના લગ્નની પણ લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. એટલે હવે નક્કી છે કે સલમાન ખાનના લગ્ન બાદ જ એકતાની ડોલી ઉઠશે.
  Published by:Nisha Kachhadiya
  First published: