આ વર્ષની જાન્યુઆરીમાં શરૂઆતમાં, ફિલ્મ નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) , ગુનીત મોંગા (Guneet Monga), તાહિરા કશ્યપ ખુરાના (Tahira Kashyap Khurana) અને રૂચિકા કપૂરે તેમના સિનેમા કલેક્ટીવ 'indian Women Rising.' શરૂઆત કરી હતી. જે બાદ તેમણે પ્રથમ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી શોર્ટ ફિલ્મ બિટ્ટ (Bittu). કરિશ્મા દેવ દૂબેના (Karishma Dev Dube) ડાયરેક્શનમાં બનેલી શોર્ટ ફિલ્મ બિટ્ટૂને ઓસ્કારમાં (Oscar) એન્ટ્રી મળી છે. લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ (Short Film) કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મનો મુકાબલો 9 ફિલ્મો સાથે થવાનો છે. આ ફિલ્મ દુનિયાભરના 18 ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી ચૂકી છે.
જ્યારે મલયાલમ ફિલ્મ જલિકટ્ટુ 93મા ઓસ્કાર એવોર્ડ-2021ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ફિલ્મને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. 93 દેશોની ફિલ્મો આ લીસ્ટમાં સામેલ હતી.
જે ઓસ્કરના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે છે. આ ફિલ્મને ભારત તરફથી રજુ કરવામાં આવી હતી. 2019માં જોયા અખ્તરની ગલી બોયને 2020 માટે થયેલા 92માં એકેડમી એવોર્ડ્ઝ માટે સત્તાવારરીતે પસંદ કરવામાં આવી હતી.
કરિશ્મા દેવ દેબુના ડિરેક્શનમાં બનેલી 'બિટ્ટુ'માં મિત્રોની વાત કહેવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મમાં બે સ્કૂલે જતાં બાળકોની મિત્રતા બતાવવામાં આવી છે. આ ફિલ્મ વિશ્વભરના 18 ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે.
'ગલીબોય' 2020 માટે 92મા ઓસ્કર અવોર્ડની સત્તાવાર એન્ટ્રી હતી
મહત્વનું છે કે, વર્ષ 2019માં ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલીબોય' 2020 માટે 92મા ઓસ્કર અવોર્ડની સત્તાવાર એન્ટ્રી હતી. આ પહેલાં રીમા દાસની 'વિલેજ રોકસ્ટાર્સ', અમિત મસુરકરની 'ન્યૂટન,' વેટ્રી મારનની 'વિસારાનઈ' તથા 'ચૈતન્ય તામ્હણે'ની 'કોર્ટ' પણ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં મોકલવામાં આવી છે. જોકે, આ ફિલ્મોએ એવોર્ડ જીત્યા નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર