Home /News /entertainment /Disha Patani Movies: બ્રેકઅપ બાદ દિશા પટણી માથે પનોતી બેઠી, આ મોટા પ્રોડક્શન હાઉસે ફિલ્મમાંથી હાંકી કાઢી

Disha Patani Movies: બ્રેકઅપ બાદ દિશા પટણી માથે પનોતી બેઠી, આ મોટા પ્રોડક્શન હાઉસે ફિલ્મમાંથી હાંકી કાઢી

disha patani (file photo)

એક્ટ્રેસ દિશા પટણી અને એક્ટર ટાઈગર શ્રોફની વચ્ચે હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે કે, એક્ટ્રેસ એક મોટા પ્રોડક્શન હાઉસે પોતાની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

    મુંબઈ: એક્ટ્રેસ દિશા પટણી અને એક્ટર ટાઈગર શ્રોફની વચ્ચે હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે કે, એક્ટ્રેસ એક મોટા પ્રોડક્શન હાઉસે પોતાની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. આ પ્રોડક્શન હાઉસ બીજૂ કોઈ નહીં પણ એકતા કપૂરનું છે. એકતા કપૂરે દિશા પટણીને પોતાની ફિલ્મ 'કેટિના'માંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, દિશા પટણીને હટાવ્યા બાદ તેની જગ્યાએ શ્રદ્ધા કપૂર અને તારા સુતારિયાને અપ્રોચ કરવામા આવી રહી છે.

    દિશા પટણી અને એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ વચ્ચે ડખ્ખો


    હકીકતમાં જોઈએ તો, એકતા કપૂરે પોતાની લાઈફ બેસ્ડ ફિલ્મને ડાયરેક્ટ કરવા જઈ રહી છે. આ ફિલ્મ માટે પહેલા દિશા પટણીને કાસ્ટ કરી હતી. ફિલ્મનું શૂટીંગ શરુ થઈ ચુક્યું હતું એટલું જ નહીં દિશાએ કેટલાય શોટ્સ પણ આપ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, હવે દિશાને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, એકતા પ્રોડક્શની કંપની બાલાજી મોશન પિક્ચર્સના અમુક લોકો અને દિશા પટણી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જે બાદ એકતા કપૂરે મોટો નિર્ણય કર્યો છે. હવે દિશાની જગ્યાએ તારા સુતારિયા અને શ્રદ્ધા કપૂર આ બેમાંથી કોઈ એકને લેવાનું વિચારી રહ્યા છે.



    શું છે કારણ


    રિપોર્ટ્સ અનુસાર, એકતા કપૂરે દિશાને ફિલ્મમાંથી બહાર કરવા પાછળનું કારણ તેનું કામકાજ અને વ્યવહાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વાત એ નથી પણ કંઈ બીજૂ છે, જેના કારણ એકતા અને દિશા વચ્ચે મોટી દીવાલ ઊભી થઈ.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Disha patani, Ekta Kapoor

    विज्ञापन
    विज्ञापन