Home /News /entertainment /Ekta Kapoor B'day Spl:'ટેલીવિઝન ક્વિન' છે એકતા કપૂર, પાપા જીતેન્દ્રની એક શરતને કારણે આજસુધી છે કુંવારી
Ekta Kapoor B'day Spl:'ટેલીવિઝન ક્વિન' છે એકતા કપૂર, પાપા જીતેન્દ્રની એક શરતને કારણે આજસુધી છે કુંવારી
એકતા કપૂરનો આજે 47મો જન્મ દિવસ
Happy Birthday Ekta Kapoor: એકતા કપૂર (Ekta Kapoor) આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. એકતાએ તેનાં કરિઅરની શરૂઆત 15 વર્ષની ઉંમરમાં એડ અને ફિચર ફિલ્મ ડિરકે્ટર કૈલાશ સુરેન્દ્રનાથની સાથે હતી. તેમણે ફિલ્મ નિર્માણમાં ખુબજ રસ હતો અને તેણે નિર્માતા બનવાનો નિર્ણય રતો. આજે એકતા કપૂર ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડની COO અને ક્રિએટિવ હેડ છે. તેણે આ વર્ષે 1994માં સ્થાપિત કર્યું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર જીતેન્દ્ર (Jeetendra) અને શોભા કપૂર (Shobha Kapoor)ની લાડકી એકતા કપૂરને દુનિયા 'ટેલીવિઝન ક્વિન' નાં નામે ઓળખે છે. એકતા કપૂર આજે તેનો સ્પેશલ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 7 જૂન 1975માં થયો હતો. આજે એકતા તેનો 47 મો જન્મ દિવસ (Ekta Kapoor 47th Birthday) ઉજવી રહી છે. આશરે 25 વર્ષ પહેલાં તેણે 'માનો યા નામો' ટીવી શૉથી ટીવીની દુનિયામાં પગલાં માંડ્યા હતાં. ત્યારથી અત્યાર સુધીમાં તેણે ઘણાં સુપરહિટ ટીવી શૉ આપ્યાં છે.
એકતા કપૂર (Ekta Kapoor) આજે ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. એકતા તેનાં કરિઅરની શરૂઆથ 15 વર્ષની ઉંમરમાં એડ અને ફિચર ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથની સાથે હતી. તેણે ફિલ્મ નિર્માણમાં ખુબજ રસ હતો અને તે ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર બનવાનો નિર્ણય કર્યો હતો. આજે એકતા ટીવી અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડની COO અને ક્રિએટિવ હેડ છે. જેને તે વર્ષ 1994માં સ્થાપિત કરી હતી.
કેમ હજુ સુધી કુંવારી છે એકતા કપૂર? એકતા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે સ્ટાર્સમાંથી એક છે, જે 40 વર્ષથી વધુ ઉંમરની છે અને આજ સુધી સિંગલ છે. એક ઈન્ટરવ્યું દરમિયાન તેણે પોતાનો ખુલાસો કર્યો અને કહ્યું કે તે હજુ પણ કુંવારી કેમ છે.
ઇન્ટરવ્યૂમાં લગ્ન માટે આપેલો જવાબ? એકતા કપૂરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? જવાબમાં એકતા કપૂરે હસીને કહ્યું કે સલમાન ખાનના લગ્નના બે-ત્રણ વર્ષ પછી. તે જ સમયે, એક અન્ય ઇન્ટરવ્યુમાં, એકતા કપૂરે કહ્યું હતું કે પિતા જીતેન્દ્રની શરતનાં કારણે, તેણે આજ સુધી લગ્ન કર્યા નથી.
શું હતી પિતા જીતેન્દ્રની શરત? એકતાએ કહ્યું હતું કે 'મારા પિતાએ મને કહ્યું હતું કે કાં તો લગ્ન કર અથવા તું કામ કર. મેં કામ પસંદ કર્યું હતું. હું લગ્ન કરવા માંગતી ન હતી, આ કારણે મેં કામને પ્રાધાન્ય આપ્યું હતું.'' તેણીએ વધુમાં કહ્યું કે મારા જે મિત્રોએ લગ્ન કર્યા છે તે આજે સિંગલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણા છૂટાછેડા જોયા છે. મને લાગે છે કે મારી પાસે ધીરજ છે, જેની હું અત્યાર સુધી રાહ જોઈ રહ્યો છું.'
આ 5 શૉએ તેને 'ટીવી ક્વિન' બનાવી પદ્મશ્રીથી સન્માનિત નિર્માતા એકતા કપૂર ટીવી ઉદ્યોગની સૌથી મોટી નિર્માતા છે. કારણ કે 'સાસ ભી કભી બહુ થી' સિરિયલ ટેલિવિઝન જગતમાં એકતા કપૂરની પ્રથમ ક્રાંતિ હતી. આ સાથે તેણે 'કહાની ઘર ઘર કી', 'કસૌટી ઝિંદગી કી', 'કહીં તો હોગા' અને 'કુટુંબ' જેવી સિરિયલો દ્વારા ટીવી જગતમાં ક્રાંતિ લાવી દીધી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર