43 વર્ષની ઉમરમાં માતા બની ટીવી ક્વીન એકતા કપૂર

માતા બની એકતા કપૂર

એકતા કપૂરના દીકરાનો જન્મ 27 જાન્યુઆરીએ થયો છે.

  • Share this:
    નાના પડદાની ક્વીન અને જાણીતી નિર્માતા એકતા કપૂર માતા બની ગઈ છે. સરોગેસી દ્વારા એકતાના ઘરમાં પુત્રનો જન્મ થયો. આ પહેલા તેમના ભાઈ તુષાર કપૂરે સરોગસીની મદદ લીધી હતી. તેમનો પુત્ર પણ આ જ રીતે દુનિયામાં આવ્યો. શરૂઆતથી પરિવારનો લાડલો પુત્ર લક્ષ્ય તેમની ફઇનો ખૂબ નજીક છે.

    મુંબઇ મિરરમાં છાપવામાં આવેલા અહેવાલ અનુસાર, એકતાના પુત્રનો જન્મ 27 જાન્યુઆરીના રોજ થયો છે અને બાળક સંપૂર્ણ તંદુરસ્ત છે અને ટૂંક સમયમાં જ ઘરે આવશે. જો તમે એકતા કપૂરને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલો કરો છો તમને જણાવી દઇએ કે તેમણે હજુ સુધી તેમના દીકરાની તસવીર શેર કરી નથી. આ માટે તેમના ફેન્સને થોડી રાહ જોવી પડશે. કારણ કે એકતા માટે આ સમય થોડો ઇમોશનલ હશે. મા બનીને તેમની નવી જવાબદારી અને નવી જિંદગીની શરુઆત થઇ રહી છે.

    આ પણ વાંચો : આ ફોટામાં એવું શું છે કે જેના કારણે નિશાના પર આવી શ્રદ્ધા કપૂર?

    એકતા કપૂર પહેલા, કરણ જોહર, તુષાર કપૂર, ફરાહ ખાન, આમિર ખાન, શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ સરોગેસી દ્વારા માતાપિતા બન્યા છે.

    એકતાએ કહ્યું કે, મારા મિત્રોના વિવાહિત જીવન જોયા બાદ હવે મને લગ્ન માટે ખાસ કોઈ સકારાત્મક વિચારો રહ્યા નથી. એકતાએ આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મારા પિતા મારી રોજબરોજની પાર્ટીઓથી ત્રસ્ત થઈ ગયા હતા.. તેથી તેમણે મને બે વિકલ્પોમાંથી કોઈ પણ એક પસંદ કરવા કહ્યું હતું. એ બે વિકલ્પો હતા કે અથવા તો હું કામ શરૂ કરી દઉં, અથવા તો હું લગ્ન કરી લઉં.’
    Published by:Bhoomi Koyani
    First published: