ન્યૂઝ18 ગુજરાતી: સોનમ કપૂર, અનિલ કપૂર, રાજકુમાર રાવ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. આ સાથે જ ફિલ્મની કહાણી પરથી પણ પડદો ઉચકાયો છે. 1.42 મિનિટ લાંબા આ ટ્રેલરમાં હીરો-હીરોઇનની લવ સ્ટોરી અંગે સ્પષ્ટતા છે. આ ટ્રેલર લોન્ચ કરતાં સોનમ કપૂરે તેની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે કાચના બંધ બોક્સમાં જોવા મળી હતી.
ફિલ્મના બીજા ટ્રેલરની શરૂઆત થયા છે હિંદુ યુવતી (સોનમ કપૂર) અને મુસ્લિમ યુવાન (રાજકુમાર રાવ)ની લવસ્ટોરી સાથે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, દરમિયાનમાં યુવતીના ભાઇને જાણ થાય છે કે તેની બહેનનું અફેર એક યુવક સાથે નથી. આ વાતને ટ્રેલરમાં ખુલીને તો બતાવવામાં આવી નથી, પરંતુ એક બાજુ ફિલ્મમાં બે યુવતીઓના પ્રેમનું નાટક ચાલે છે. હવે જોવાનું એ હશે કે પરિવાર આ સંબંધોને કેવી રીતે સ્વીકારે છે.
ફિલ્મની રીલિઝ પહેલા જ સામે આવેલા ટ્રેલરથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, કહાણી સમલૈંગિક સંબંધો પર આધારિત છે. ટ્રેલરના અંતમાં સોનમ કપૂર એક કાચના બોક્સમાં બંધ હોય તેવો સીન જોવા મળે છે. ફિલ્મની કહાણી નવી છે, પરંતુ તે દર્શકોને પ્રભાવિતક કરશે કે કેમ તે 1 ફેબ્રુઆરીએ ફિલ્મની રીલિઝ પછી જ જાણવા મળશે.
'Ek Ladki Ko Dekha Toh Aisa Laga'માં પહેલીવાર અનિલ કપૂર પુત્રી સોનમ કપૂર સાથે જોવા મળશે. ફિલ્મ શૈલી ચોપડાએ ડિરેક્ટ કરી છે, જ્યારે વિધુ વિનોદ ચોપડા તેના પ્રોડ્યુસર છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર