Home /News /entertainment /

અનિલ કપૂરે સેલિબ્રિટીઝને આપી ચેલેન્જ, પત્ની સાથે શેર કરી તસવીર

અનિલ કપૂરે સેલિબ્રિટીઝને આપી ચેલેન્જ, પત્ની સાથે શેર કરી તસવીર

બોલિવૂડ (Bollywood)ના મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂર (Anil Kapoor) તેમની ઝકાસ પર્સનાલિટી માટે આખી ઇન્ડસ્ટ્રીમાં જાણીતા છે. 63 વર્ષના અનિલ આજે પણ સદાબહાર યુવાન લાગે છે. અનિલ કપુર અને સુનીતા કપૂરના લગ્નને 36 વર્ષ થઇ ગયા. બંને લગ્ન પહેલા એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા અને પછી તેમણે લગ્ન કરી લીધા. આજે અમે તેમની રસપ્રદ લવસ્ટોરી તમને જણાવીશું. વર્ષ 1980માં તે પહેલીવાર ડેટ પર ગયા. અને ત્યાં જ તેમના મનમાં એક બીજા માટે પ્રેમ જાગ્યો. આ સમયે અનિલ કપૂર ઇન્ડસ્ટ્રીમાં સારા પૈસા નહતા કમાઇ સકતા અને સુનીતા એક સફળ મોડેલ હતી

અનિલ કપૂરે તેની પત્ની સુનિતા કપૂર સાથેની એક સુંદર તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે

    ન્યૂઝ18 ગુજરાતી: ગયા વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ 'ઝીરો'ના પ્રમોશન વખતે શાહરૂખ ખાને "બઉઆ સિંહ'ના પાત્રના નામનું એક ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું, હવે અનિલ કપૂર તેની આગામી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' માટે આવું કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર મૂકેલા હેશટેગ સાથે સેલિબ્રિટીઝ તેમના લેડી લવ સાથેની તસવીરો શેર કરી રહ્યા છે.

    અનિલ કપૂરે તેની પત્ની સુનિતા કપૂર સાથેની એક સુંદર તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેની સાથે અનિલ કપૂરે લખ્યું, તે તેની લાઇફલાઇન છે. #EkLadkiKoDekhaToAisaLaga.તમે પણ તમારા જીવનની સ્પેશિયલ વુમન સાથે સ્ટોરી શેર કરો. એના માટે અનિલ કપૂરે રાજકુમાર રાવ, અર્જુન કપૂર, વરૂણ ધવન અને રિતેશ દેશમુખને ટેગ કર્યા હતા.

    આ પણ વાંચો: શ્રીદેવીની લાડલીની આ આદતથી પરેશાન છે પિતા બોની કપૂર

    અનિલ કપૂરે ટેગ કરતાં રાજકુમારે તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથેની તસવીર શેર કરી લખ્યું કે, વો એક લડકી કો દેખા તો ઐસા લગા, તે તાકાતવર છે. ટેલેન્ટેડ છે, નમ્ર છએ અને પ્રેમ કરનારી છે. સાથે જ રાજકુમારે રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને અભિષેક બચ્ચનને ટેગ કર્યા છે.



    જ્યારે આયુષ્માને પત્ની તાહિરા કશ્યપ સાથેની એક તસવીર શેર કરતાં લખ્યું, તાહિરા તેની પ્રેરણા છે. તે સ્માાર્ટ છે. નિ:સ્વાર્થ છે. ઉપરાંત રિતેશ દેશમુખે પણ જેનિલિયા સાથેની તસવીર શેર કરતાં લખ્યું, એક લડકી કો દેખા તો ઐસા લગા જૈસે દો બેસ્ટ ફ્રેડ્સ એક-દુજે કે લિયે બને હૈ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ayushman khurana, Ritesh deshmukh, Tahira kashyap, અનિલ કપૂર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन