માધુરી બાદ હવે જૈક્લીન કરશે 'એક-દો-તીન'

News18 Gujarati
Updated: March 17, 2018, 12:33 PM IST
માધુરી બાદ હવે જૈક્લીન કરશે 'એક-દો-તીન'

  • Share this:
ફિલ્મ બાગી 2નું ચોથુ સોન્ગ એક-દો-તીનનું ટીઝર મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. આમ તો આ સોંગ 90ના દશકાનું હિટ સોંગ છે. જેને માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ સોંગના રીક્રિએટેડ વર્ઝનમાં હવે જેકલીન ફર્નાડિઝ પોતાની અદાઓથી લોકોની દિલ જીતતી નજર આવશે.

આ ફિલ્મથી આ પહેલા મુંડિયા, ઓ સાથી અને લો સફર સોંગ રિલીઝ કરવામાં આવ્યું, જેને દર્શકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ફિલ્મનું આ સોંગ રિવીલ કરવામાં આવ્યું. આ સોંગમાં ગણેશ આચાર્ય, સરોઝ ખાન અને અહમદ ખાને મળીને કોરિયગ્રાફ કરી છે.


આ સોંગ વિશે વાત કરતાં જેકલીને કહ્યું કે ,'હું લાંબા સમયથી રાહ નહિં જોય શકુ કે જ્યારે માધુરી મેમ આ સોંગને જોશે' આ સોંગ મારી તરફથી તેમને ટ્રિબ્યૂટ છે. ઓરિજિનલ સોંગમાં તેનું પરફોર્મન્સ લાજવાબ હતું. મારી છોડો કોઈ પણ માધુરી મેમ જવો ડાંસ ન કરી શકે.'

આ સોંગમાં જેકલીનના કોસ્ટ્યૂમને ખુદ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા છે. ફિલ્મ બાગી 2માં ટાઈગર શ્રોફ અને દિશા પટાની લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.

 
First published: March 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...