ડ્રગ્સ કેસમાં BB14નાં એજાઝ ખાનની સંડોવણીની વાતોથી થયો તે પરેશાન, બોલ્યો- મારી નથી થઇ ધરપકડ

એજાઝ ખાન

ઘણાં લોકોએ બિગ બોસ 7નાં એજાઝ ખાન (Ajaz Khan)ને બિગ બોસ 14નાં એજાઝ (Eijaz Khan) સમજી લીધો હતો. જે બાદ એક્ટરને કોલ અને મેસેજીસ આવવાં લાગ્યા. જેનાં પર એજાઝે રિએક્શન આપ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14નાં સ્પર્ધક એજાઝ ખાન (Eijaz Khan) હાલમાં બિગ બોસ 7 ફેઇમ એજાઝ ખાન (Ajaz Khan)ને કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. બિગ બોસ7 (Bigg Boss 7)નાં સ્પર્ધકને કારણે એજાઝ ખાનને કોલ્સ પર કોલ આવી રહ્યાં છે અને લોકો તેને જાત જાતનાં સવાલ કરી રહ્યાં છે. હાલમાં જ BB7નાં એજાઝ ખાનને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અટકાયતમાં લીધો છે. 30 માર્ચનાં તેની ડ્રગ્સ મામલે ધરપકડ થઇ હતી.

  પણ લોકો બિગ બોસ 7નાં એજાઝ ખાનને બિગ બોઝ 14નો એજાઝ સમજી લીધો. જે બાદ એક્ટર પર કોલ અને મેસેજીસ આવવા લાગ્યાં. જેથી એજાઝ ઘણો જ પરેશાન થઇ ગયો હતો. જેને કારણે તેણે ટ્વિટ કરી હતી અને સ્પષ્ટતા આપી ચએ કે, કન્ફૂઝનથી પરેશાન થઇ ગયો છું. 'હું તે નથી, આ મિક્સઅપથી પરેશાન થઇ ગયો છું.'  એજાઝે તેનાં નામનો સ્પેલિંગ લખતા કહ્યું કે ડાઉટ્સ ને દૂર કરવાનો પ્રયાસ છે. સાથે જ તેણે લખ્યું છે, સાથે જ તેણે લખ્યું છે કે, જે લોકોને અત્યાર સુધી લાગી રહ્યું છે કે, મારી ધરપકડ થઇ છે તો તેમણે ચશ્મા પહેરવા જોઇએ.
  Published by:Margi Pandya
  First published: