કાસ્ટિંગ કાઉચ પર બોલી એક્ટ્રેસ ઇશા અગ્રવાલ, 'રોલ આપવા માટે તેણે કહ્યું, 'કપડાં ઉતારી બતાવ...'

કાસ્ટિંગ કાઉચ પર બોલી એક્ટ્રેસ ઇશા અગ્રવાલ, 'રોલ આપવા માટે તેણે કહ્યું, 'કપડાં ઉતારી બતાવ...'
PHOTO-@eesha_agarwal.official/Instagram

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ચમકતી દુનિયા પાછળની કાળી હકિકત સૌ કોઇ જાણે છે. અને અવાર નવાર આ અંગે ખુલાસા પણ થતા રહેતા હોય છે. ઘણાં સેલિબ્રિટીઝ છે જેમને પડદા પર આવતા પહેલાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch)નો સામનો કરવો પડ્યો હતો. ઇશા અગ્રવાલ (Eesha Agarwal) પણ તેમાંથી એક છે. તેણે કાસ્ટિંગ કાઉચ પર સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જેકી શ્રોફ અને સંજય કપૂરની સાથે ફિલ્મ 'કહી હૈ મેરા પ્યાર'માં નજર આવેલી ઇશા અગ્રવાલ (Eesha Agarwal) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેણે બોલિવૂડમાં ભલે આવે વધુ સમય ન થયો હોય પણ સાઉથની ફિલ્મોમાં તેણે ઘણું કામ કર્યું છે. અને તે સાઉથનાં લોકોનાં દિલોમાં ખાસ જગ્યા ધરાવે છે. મિસ બ્યૂટી ટોપ ઓફ ધ વર્લ્ડ 2019નો ખિતાબગ જીતનારી ઇશા પડદા પર આવતા પહેલાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch)નો શીકાર થઇ હતી. હાલમાં જ તેણે કાસ્ટિંગ કાઉચ અંગે એક સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે.

  ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ચમકતી દુનિયા પાછળની કાળી હકિકત સૌ કોઇ જાણે છે. અને અવાર નવાર આ અંગે ખુલાસા પણ થતા રહેતા હોય છે. ઘણાં સેલિબ્રિટીઝ છે જેમને પડદા પર આવતા પહેલાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch)નો સામનો કરવો પડ્યો હતો. ઇશા અગ્રવાલ (Eesha Agarwal) પણ તેમાંથી એક છે. તેણે કાસ્ટિંગ કાઉચ પર સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે.  ઇશા અગ્રવાલે જણાવ્યું કે, એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં મારો સફર આસાન ન હતો. મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લાતૂર જેવાં નાના કસ્બાથી હું આવી અને મુંબઇની ગલિઓમાં નામ બનાવવું મારા માટે એક પડકારથી ઓછુ ન હતું. તેણે કહ્યું કે, જ્યારે આપ નાના શહેરથી આવો છો તો, સૌથી પહેલાં આપનાં શોબિઝમાં આવવાનાં વિચારને જ સ્વીકારવામાં આવતું નથી. તેથી આ પોતામાં જ એક પડકાર છે. પણ કોઇ રીતે મે મારી જાતને સાબિત કરી મારા માતા-પિતાને મનાવી લીધા અને ભણતર પૂર્ણ કર્યા બાદ મુંબઇ પહોંચી ગઇ અને ઓડિશન આપવા લાગી.  ઇશાએ જણાવ્યું કે મુંબઇ આવ્યાં બાદ અહેાસ થયો કે મે જે પથ પસંદ કર્યો છે તે જરાં પણ સહેલો નથી. જ્યારે હું મુંબઇમાં નવી આવી હતી તો એક કાસ્ટિંગ પર્સને મને તેની ઓફિસમાં બોલાવી હતી અને હું મારી બહેનની સાથે તેની ઓફિસ ગઇ હતી તો તેણે મને કહ્યું કે તેણે ઘણાં મોટા મોટા કલાકાર્સને કાસ્ટ કર્યા છે અને તે મને સારા પ્રોજેક્ટ્સ અપાવશે. વાત કરતાં કરતાં અચાનક તેણે મને કહ્યું કે, હું મારા કપડાં ઉતારું તે મારું શરીર જોવા માંગે છે.

  હું કંઇ કહેતી એ પહેલાં તેણે જણાવ્યું કે, તે મારું શરીર જોઇ જણાવશે કે હું રોલ માટે ફિટ છું કે નહીં. આ સાંભળીને મને ખુબજ ગુસ્સો આવ્યો. મે તેની ઓફર ફગાવી દીધી. અને મારી બહેનની સાથે ત્યાંથી બહાર જતી રહી. પછી તેણે મને મેસેજ મોકલ્યા પણ બાદમાં મે તેને બ્લોક જ કરી દીધો.

  તેણે જણાવ્યું કે, વાતચીતમાં આગળ મુંબઇમાં પોતાનાં સપના પૂર્ણ ખરવા માટે આવનારા લોકોને સલાહ આપી, ઇશા અગ્રવાલે કહ્યું કે, આપને ઘણાં લોકો મળી જશે જે કહેશે કે, તે મોટી કાસ્ટિંગ કંપનીથી છે તેમનાંથી બચીને રહેજો. તે આપને ઘણી ઓફરો આપશે. પણ આવા ટ્રેપથી બચજો. હમેશાં સાચાની પસંદગી કરજો. તેણે કહ્યું કે, જો આપમાં કાબિલિયત હશે તો કોઇ કોમ્પ્રોમાઇઝ વગર આપને સફળતા મળશે.
  Published by:Margi Pandya
  First published:May 01, 2021, 09:47 am

  ટૉપ ન્યૂઝ