આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટમાં સુશાંત અને રિયા મામલે આગામી અઠવાડિયે હિયરિંગ થવાની છે. આ વચ્ચે BMC દ્વારા બિહારનાં IPS ઓફિસર વિનય તિવારીને સુશાંત કેસમાં આગળ વધવાની પરવાનગી આપી દેવામાં આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંતસિંહ આપઘાત કેસમાં રિયા ચક્રવર્તી ઇડીની ઓફિસ પહોંચી છે. આ પહેલા તેણીએ હાજર ન રહેવા માટે અપીલ કરી હતી પરંતુ ઈડીએ તેણીની અપીલ ફગાવી દીધી હતી. રિયા ચક્રવર્તીએ તેનાં વકીલ સતિશ માનશિન્દે દ્વારા અપીલ કરવાવી હતી કે, રિયા શુક્રવારે EDની તપાસની પ્રક્રિયામાં ભાગ નહીં લે, જ્યાં સુધી સુપ્રીમનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેને નિવેદન માટે બોલાવવામાં ન આવે. તેને થોડી રાહત આપવામાં આવે. આપને જણાવી દઇએ કે, રીયાને મુંબઇ સ્થિત EDનાં બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. હવે, ED દ્વારા રિયાની અપીલ ખારીજ કરી દેવામાં આવી છે, EDએ રિયા ચક્રવર્તીની રજૂઆત ફગાવી દીધી છે અને તેને તપાસ માટે હાજર થવાનાં આદેશ આપી દીધા છે.
આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટમાં સુશાંત અને રિયા મામલે આગામી અઠવાડિયે હિયરિંગ થવાની છે. આ વચ્ચે BMC દ્વારા બિહારનાં IPS ઓફિસર વિનય તિવારીને સુશાંત કેસમાં આગળ વધવાની પરવાનગી આપી દેવામાં આવે છે. આ પહેલાં તેમને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યાં હતાં. તેઓને તે શરત સાથે કોરન્ટિનમાંથી મુક્તિ આપવામાં આવી છે કે, તેઓ મુંબઇ આવ્યાનાં સાત દિવસની અંદર જ શહેર છોડી દેશે. કારણ કે ઓછા સમય માટે શહેરમાં આવનાર વ્યક્તિઓ માટે કોરન્ટિન રહેવું ફરજિયાત નથી. એટલે કે IPS વિનય તિવારી જે 1 ઓગષ્ટનાં મુંબઇ આવ્યા હતાં તેઓ 8 ઓગસ્ટ સુધી જ મુંબઇમાં રોકાઇ જશે.
माननीय सर्वोच्च न्यायालय की टिप्पणी के बाद बिहार के पुलिस मुख्यालय ने BMC के आयुक्त को दुबारा पत्र लिखकर अपने IPS अधिकारी विनय तिवारी को मुक्त करने के लिए कल अनुरोध किया था जिसे स्वीकार करते हुए विनय को मुक्त किया गया है.वे आज शाम को पटना लौट रहे हैं.BMC को धन्यवाद !
— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 7, 2020
આપને જણાવી દઇએ કે, ગત રોજ જ બિહારનાં DGP દ્વારા મુંબઇ પોલીસ અને BMCની કામગીરીનો ઉધડો લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, BMC દ્વારા IPS વિનય તિવારીને કોરન્ટિન કરી દેવામાં આવ્યાં છે. અને તેઓ જે પ્લેનમાં સફર કરતા હતાં તેમાંથી માત્ર તેમને જ BMC દ્વારા હોમ કોરન્ટિન કરવામાં આવ્યા છે. આ વાત જ કહે છે કે મુંબઇ પોલીસ સુશાંતનાં કેસમાં આગળ વધવાનાં તમામ પ્રયાસ અટકાવવા માંગે છે. DGPએ તેમ પણ કહ્યું હતું કે, જો હાલમાં હું આ કેસ મામલે મુંબઇ આવું તો BMC મને પણ કોરન્ટિન કરી દે.
વેલ આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં બિહાર પોલીસને મુંબઇ પોલીસ તરફથી કોઇ સહકાર ન મળ્યો હોવા છતાં તેમણે આ કેસમાં ઘણી જ મહત્વની લિડ મેળવી હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા દ્વારા રજૂ પણ કરી દીધી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર