Home /News /entertainment /

મોદી બાયોપિક બાદ હવે વેબ સિરીઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

મોદી બાયોપિક બાદ હવે વેબ સિરીઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આ સિરીઝનું શૂટિંગ ગ્રામીણ ગુજરાત, સુદ્ધપુર અને વડનગરમાં વાસ્તવિક લોકેશન પર કરવામાં આવ્યું છે.

આ સિરીઝનું શૂટિંગ ગ્રામીણ ગુજરાત, સુદ્ધપુર અને વડનગરમાં વાસ્તવિક લોકેશન પર કરવામાં આવ્યું છે.

    ચૂંટણી પંચે મોદી પર બનેલી વેબ સિરીઝ 'મોદી જર્ની ઓફ અ કોમન મેન' પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઈરોઝ નાઉને વેબ સિરીઝની સ્ટ્રીમિંગ રોકવા અને તેનું તમામ કન્ટેન્ટ અગામી આદેશ સુધી હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટમી પંચે આ પહેલા 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહેલી પ્રધાનમંત્રીની બાયોપિક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

    ચૂંટણી હંગામા વચ્ચે ચૂંટણી પંચ તરફથી વેબ સિરીઝના નિર્માતાઓને એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, 'અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે, એક વેબ સિરીઝ 'મોદી - જર્ની અ કોમન મેન' જેના પાંચ એપિસોડ તમારા મંચ પર ઉપલબ્ધ છે. તમને ઓનલાઈન સ્ટ્રીમિંગ બંધ કરવા અને અગામી આદેશ સુધી સિરીઝની તમામ સામગ્રી હટાવવાનો આદેશ આપવામાં આવે છે'.

    'મોદી - જર્ની અ કોમન મેન' પીએમ મોદીના જીવન પર આધારિત છે. આમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈ યુવાવસ્થા સુધીની ઘટનાઓને દર્શાવવામાં આવી છે. જે પ્રધાનમંત્રી તરીકે સપથ લેવા પર પુરી થાય છે.



    આ વેબ સિરીઝને સેસર બોર્ડના સભ્ય મિહિર ભૂતા અને રાધિકા આનંદે લખી છે. સિરીઝનું નિર્દેશન 'ઓહ માય ગોડ' ફેમ ઉમેશ શુક્લાએ કર્યું છે. આ સિરીઝનું શૂટિંગ ગ્રામીણ ગુજરાત, સુદ્ધપુર અને વડનગરમાં વાસ્તવિક લોકેશન પર કરવામાં આવ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asks, Eci, Stopped

    આગામી સમાચાર