'PM નરેન્દ્ર મોદી'નાં નિર્માતાને નોટિસ, 30 માર્ચ સુધીમાં આપવો પડશે જવાબ

Margi
Updated: March 26, 2019, 10:38 AM IST
'PM નરેન્દ્ર મોદી'નાં નિર્માતાને નોટિસ, 30 માર્ચ સુધીમાં આપવો પડશે જવાબ
પ્રધાનમંત્રી મોદીની બાયોપિકની રિલીઝ ડેટ પહેલાં 12 એપ્રિલે હતી પણ હવે તે 5 એપ્રિલનાં રોજ જ રિલીઝ થશે.

પ્રધાનમંત્રી મોદીની બાયોપિકની રિલીઝ ડેટ પહેલાં 12 એપ્રિલે હતી પણ હવે તે 5 એપ્રિલનાં રોજ જ રિલીઝ થશે.

  • Share this:
દિલ્હી: દિલ્હીનાં મુખ્ય ઇલેક્શન કમિશનની ઓફિસ દ્વારા સોમવારે કહેવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકનાં નિર્માતાઓનાં જવાબનો ઇન્તેઝાર કરી રહ્યાં છે. ઇલેક્શન કમિશનનું માનવું છે કે, આ ફિલ્મ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

પૂર્વ દિલ્હીનાં ઇલેક્શન અધિકારી મહેશે ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ની એડવર્ટાઇઝમેન્ટ માટે પ્રોડક્શન હાઉસ, મ્યૂઝિક કંપની અને બે સમાચાર પેપરને 20 માર્ચે નોટિસ જાહેર કરી હતી.

ફિલ્મનાં એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટને આદર્શ આચાર સંહિતાનાં કથિત ઉલ્લંઘન રૂપમાં જોવામાં આવે છે. દિલ્હીનાં મુખ્ય ઇલેક્શન કમિશન અધિકારી રણબીર સિંહે જણાવ્યું કે, સંબંધિત પક્ષોને જવાબ આફવા માટે 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો-
-શબાના આઝમીએ PM મોદીની બાયોપિક ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
-દીપિકાની 'છપાક'નો First Look જાહેર, જોઇને જ રૂવાંટાં ઉભા થઇ જશે-સૌથી મોંઘી એક્ટ્રેસ બની કંગના, જયલલિતાની Biopic માટે રૂ. 24 કરોડ લેશે

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ પહેલાં 12 એપ્રિલ હતી જે હવે 5 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. આ હેઠળ ચૂંટણી માહોલમાં ફિલ્મને પહેલાં રિલીઝ કરવાનાં ઘણાં કયાસ કાઢવામાં આવ્યાં જોકે ફિલ્મનાં નિર્માતાઓનું કહેવું છે કે, રિલીઝ ડેટ આગળ ખસેડવાનો નિર્ણય પબ્લિક ડિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઓમાંગ કુમારનાં ડિરેક્શનમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય PM મોદીનાં રોલમાં નજર આવે છે.
First published: March 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading