'જબરો ફેન': દ્વારકાનો પરબત અક્ષય કુમારને મળવા 900km ચાલીને મુંબઇ પહોંચ્યો

અક્ષય કુમાર સાથે પરબતની તસવીર

અક્ષય કુમારને તે આજે 11 વાગ્યા આસપાસ મળ્યો હતો. જે વાત ખુદ અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ટ્વીટરના માધ્યમથી જણાવી છે.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ હવે વાત એક એવા ફેનની જે પોતાના મનગમતા અભિનેતા ને મળવા કરી 900કિમિથી પણ વધુની પદયાત્રા કરી છે. દ્વારકાનો પરબત મુંબઇમાં રહેતા અક્ષયકુમારનો નાનપણથી ફેન છે. તે પોતાના મનગમતા અભિનેતા તેમજ આઇડલને મળવા મુંબઈ પહોંચ્યો હતો.

  અક્ષય કુમારને તે આજે 11 વાગ્યા આસપાસ મળ્યો હતો. જે વાત ખુદ અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ટ્વીટરના માધ્યમથી જણાવી છે. અક્ષય કુમારે ટ્વીટ કરતા જણાવ્યું છે કે આ પ્રકારે મને મળવા માટે આ પ્રકારનું જોખમ ભર્યું કાર્ય ન કરવા કરી વિનંતી છે.  અક્ષય કુમારે પોતાના ફેન્સને વિનંતી કરી છે કે તેઓ પોતાનો સમય અને શક્તિ પોતાની જિંદગી સારી બનાવવાં ખર્ચ કરે. અક્ષયે ટ્વીટ કરી કહ્યું આ પ્રકારે આપણું યુવાધન પોતાની શક્તિ, સમયનો ખર્ચ યોજનાઓ પૂર્વક કરે તો આપણને આગળ આવતા કોઈ રોકી શકશે નહીં.  તો સાથે જ 18 દિવસમાં 900કિમીથી પણ વધુની પદયાત્રા કરી અક્ષય કુમારને મળવા પહોંચેલા પરબતને અક્ષય કુમારે શુભેચ્છાઓ આપી હતી. તો સાથે જ અક્ષય કુમારે પોતાના ઘરે જમીને જવા વિનંતી પણ કરી હતી
  Published by:ankit patel
  First published: