'દારૂ'ના નશામાં ટલ્લી થયેલી અભિનેત્રીએ સાત વાહનોને મારી ટક્કર

રુહી સિંઘ

પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રી સામે પોલીસ સામે ગેરવર્તન અને દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

 • Share this:
  મુંબઈ : મુંબઈમાં એક ટીવી અભિનેત્રી તેમજ મોડલે કથિત રીતે દારૂના નશામાં કાર ચલાવીને સાત વાહનોને અડફેટે લીધા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈના સાંતાક્રુઝ ખાતે આ બનાવ બન્યો હતો.

  પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવ સોમવારે વહેલી સવારે બન્યો હતો. 30 વર્ષીય રુહી શૈલેષકુમાર સિંઘે કથિત રીતે દારૂના નશામાં કાર હંકારી હતી અને સાત વાહનોને અડફેટે લીધા હતા.

  પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે અકસ્માતમાં ત્રણ કાર અને ચાર બાઇકોને નુકસાન પહોંચ્યું છે, આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી.

  આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રુહી પોલીસકર્મીઓ સાથે દલીલો કરી રહી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તેની કાર પાસે પહોંચી હતી, ત્યારે રુહીએ તેમની સાથે ઉગ્ર દલીલો કરી હતી. વીડિયોમાં તેણી પોલીસકર્મીઓ પર મારપીટનો પણ આરોપ લગાવી રહી છે.

  આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રી સામે પોલીસ સામે ગેરવર્તન અને દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે રૂહીના બે મિત્રો રાહુલ સિંઘ અને સ્વપનિલ સિંઘની ધરપકડ કરી છે. તેમના પર પોલીસ સાથે મારપીટ કરવાનો આક્ષેપ છે. આ કેસમાં રૂહીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.  પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ રાત્રે બે વાગ્યે બન્યો હતો. આ સમયે રૂહી પાર્ટી કરીને તેના બે મિત્રો સાથે કાર લઈને ઘરે જઈ રહી હતી. આ સમયે રૂહીના એક મિત્રએ એક ફૂડ સ્ટોલનું ટોઇલેટ યુઝ કરવાની મંજૂરી માંગી હતી. જોકે, ફૂટ સ્ટોલ બંધ થઈ ગયો હોવાથી સ્ટોલના કર્મીએ ત્રણેયથી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. બાદમાં ત્રણેયએ ફૂટ સ્ટોલના કર્મીઓને ધમકાવવાનું અને તેમની સાથે ગેરવર્તન કરવાનું ચાલુ કર્યું હતું. જે બાદમાં ફૂડ સ્ટોલના કર્મીઓએ પોલીસને જાણ કરી હતી.

  પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણેયએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદમાં પોલીસે રૂહીના બે મિત્રોની ધરપકડ કરી હતી તેમજ મહિલાની રાત્રે ધરપકડ ન કરી શકાય તેવા નિયમ અંતર્ગત રૂહીને જવા દીધી હતી. ઘરે જતી વખતે રૂહીએ દારૂના નશામાં સાત વાહનોને ટક્કર મારી દીધી હતી.
  First published: