Drugs Case: શાહરુખ ખાનનો દીકરો હજુ 2 દિવસ જેલમાં જ રહેશે, હવે 13 ઓક્ટોબરે સુનાવણી થશે

આર્યન ખાનની આજે જામીન અરજી પર સુનાવણી

Cruise Drugs Party Case: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ હેઠળ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)નાં દીકરા આર્યન ખાન (Aryan Khan)નાં જામીન અરજી શુક્રવારે ખારીજ થઇ ગઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Cruise Drugs Party Case)માં ધરપકડ કરવામાં આવેલાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)એ દીકરા આર્યન ખાન (Aryan Khan)નાં વકીલે એક વખત ફરી સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી દાખલ કરકરી છે. જેનાં પર કોર્ટ સોમવારનાં સવારે 11 વાગ્યે નક્કી કરશે કે આ મામલે સુનાવણી ક્યારે કરવી છે. આ પહેલાં આર્યન ખાનની જામીન અરજી મેટ્રોપેલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખારીજ થઇ ચૂકી છે.

  કોર્ટથી જામીન ન મળ્યાં બાદ એક્ટર શાહરૂ ખ ખાનનાં દીકરા આર્યન ખાનને શુક્રવારનાં આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યો હતો. આર્યનની સાથે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓની પણ ધરપકડ થઇ છે અને તે તમામ હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. મુનમુન ધામેચા સહિત બે મહિલા આરોપીઓએ બાયકુલા મહિલા જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. સૂત્રો અનુસાર, આ લોકોને જેલમાં કોઇ વિશેષ સુવિધા નથી મળે.

  આ પણ વાંચો-Happy Birthday Amitabh Bachchan: અંદરથી આવો દેખાય છે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો, inside Photos

  શુક્રવારને આપેલી સુનાવણીમાં અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ આરએમ નેર્લિકરે કહ્યું હતું કે, આર્યન, મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટનાં જામીન અરજી સુનાવણી યોગ્ય નથી. NCBએ ગોવા જઇ રહી એક ક્રૂઝ પર રેઇડ બાદ ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

  NCB તરફથી રજૂ અતિરિક્ત સોલિસિટર જનરલ અનિલ સિંહે ત્રણ આરોપીઓનાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેણે પહેલાંનાં ઘણાં બધા કેસનો ઉલ્લેખ કરતાં દલીલ કરી હતી કે, આ અજીઓ પર સુનાવણી કરવાં મેજિસ્ટ્રેટનો અધિકાર ક્ષેત્ર નથી. અને NDPS એક્ટ હેઠળ તમામ કેસની સુનાવણી કોઇ વિશેષ કોર્ટમાં હોવી જોઇએ.

  સિંહે આ પણ તર્ક આપ્યો હતો કે, કોઇ સંયોગ ન થઇ શકે. તમામ આરોપી એક જ સ્થાન પર હતાં. તેણે આરોપ લગાવ્યો હતો કે, લોકો નિયમિત રૂપથી નશીલા પદાર્થનું સેવન કરતાં હતાં.

  આ પણ વાંચો-Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

  અતિરિક્ત સોલિસિટર જનરલે કોર્ટમાં કહ્યું હતું કે, આર્યનનો પરિવાર પ્રભાવશાળી છે. અને તેને જામીન પર છોડી દે વામાં આવ્યો તો તે પૂરાવા સાથે છેડછાડ કરી શકે છે. સિંહે દાવો કર્યો હતો કે, આર્યન અને સહ આરોપી અંચિત કુમારની વોટ્સએપ પર થયેલી વાતચીત ફુટબોલ અંગે ન હતી પણ મોટી માત્રા માટે હતી. આર્યનનાં વકીલ સતીશ માનશિંદેનો દાવો કર્યો હતો કે વાતચીત ફૂટબોલ અંગે છે.

  વકીલ માનશિંદેએ શુક્રવારે આ તર્ક આપ્યો હતો કે, મેજિસ્ટ્રેટની કોર્ટની પાસે જામીન અજી પર નિર્ણય સંભળાવવાનો અધિકાર છે. અને તેમની ભૂમિકા આરોપીને ફક્ત અટકાયતમાં મોકલવાં સુધીસીમિત નથી. તેમણે કહ્યું હતું કે, જો કોર્ટમાં તેમનાં વિરુદ્ધ પૂરાવા નથી મળતો તો તેની પાસે મને છોડી દેવાની શક્તિ છે.

  વકીલે દાવો કર્યો હતો કે, NCBને આર્યન વિરુદ્ધ કોઇ પૂરાવા નથી મળ્યાં. જેનાંથી કોઇ ષડયંત્ર સાબિત થઇ શકે. તેમણે કહ્યું કે, એક વિસેષ સામાજિક દરજ્જો રાખવાનો આરોપી માટે જેલમાં રહેવું અપમાનજનક થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, 'કારણ કે, મારો પરિવાર પ્રભાવશાળી છે. ફક્ત આ આધારે આ ન કહી શકાય કે હું પૂરાવા સાથે છેડખાની કરીશ.'

  કોર્ટે દલીલ સંભળાવ્યાં બાદ જામીન અરજી ફક્ત આ કહેતાં ખારીજ કરી દીધી કે, આ સુનાવણી યોગ્ય નથી NCBએ મુંબઇ તટની પાસે ગોવા જતાં એક ક્રૂઝ પર શનિવારે રાત્રે રેઇડ પાડ્યાં બાદ ગત અઠવાડિયે આ ત્રણેયની સાથે અન્ય લોકોની અટકાયત કરી હતી. કેન્દ્રીય એજન્સી એ દાવો કર્યો હતો કે, આ આરોપીની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ થઇ ગઇ છે. (ઇનપૂટ- ભાષા)
  Published by:Margi Pandya
  First published: