NCBએ દિયા મિર્ઝાની Ex મેનેજરની કરી ધરપકડ, 200 કિલો ગાંજો કર્યો જપ્ત

NCBએ દિયા મિર્ઝાની Ex મેનેજરની કરી ધરપકડ, 200 કિલો ગાંજો કર્યો જપ્ત
PHOTO- @diamirzaofficial/Instagram

NCBએ દિયા મિર્ઝા (Dia Mirza)ની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા (Rahila Furniturewala) અને તેની બહેન સહિત 2 બ્રિટિશ નાગરિકોની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત ડ્રગ્સ મામલે તેમની તપાસનો દાયરો વધારી રહ્યું છે. બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ બાદ હવે NCBએ દિયા મિર્ઝા (Dia Mirza)ની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા (Rahila Furniturewala) તેની બહેન સહિત 2 અન્ય લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન NCBએ તેમની પાસેથી ગાંજો જપ્તે કર્યો છે. આ મામલે NCBની તપાસ ચાલુ છે. કહેવાય છે કે, આરોપીઓનું કનેક્શન સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ડ્રગ્સ કેસથી પણ છે.

    નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક બ્રિટિશ બિઝનેસમેને કરન સજદાનીની પણ ધરપકડ કરી છે. આરોપ છે કે, બંને બહેન ડ્રગ્સનો બિઝનેસ તેની મદદથી જ કરતી હતી. DNAની ખબર મુજબ, NCB તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક માહિતીને આધારે બાન્દ્રા વેસ્ટમાં એક કૂરિયરથી ગાંજો મળી આવ્યો હતો.



    જે બાદ એક ઓપરેશન દરમિયાન કરન સજદાની (બ્રિટિશ નાગરિક)નાં ઘરેથી ભારે માત્રામાં ગાંજો મળી આવ્યો છે. અહીંથી કેટલીક જાણકારી મળ્યા બાદ NCBની તપાસ રાહિલા ફર્નિચરવાલા સુધી પહોંચી જેમાં તેનાં અને તેની બહેન પાસેથી ગાંજો મળી આવ્યો હતો. કહેવાય છે કે, આ દરમિયાન NCBને કૂલ 200 કિલો ગાંજો મળી આવ્યો છે.

    આ પણ વાંચો- ટ્વિંકલ ખન્નાનાં ઘરે આવ્યાં નાના મહેમાન, બોલી- 'કદાચ આ અમારા ઘરનો ભાગ્યશાળી હિસ્સો છે'

    NCB આ પહેલાં ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ કનેક્શન માલે ઘણાં સેલિબ્રિટીઝની પૂછપરછ કરી ચક્યું છે. જેમાં દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને અર્જુન રામપાલ જેવાં એક્ટર્સ શામેલ છે. ગાંજા મામલે કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ થઇ હતી.



    સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરોએ હવે સુશાંતનાં પૂર્વ ડ્રિમ પ્રોજેક્ટનાં આસિસ્ટન્ડ ડિરેક્ટર ઋષિકેશ પવારની શોધ છે. એન્ટી ડ્રગ એજન્સીને શંકા છે કે, પવારનો હાથ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવામાં છે.

    NCBએ ઋષિકેશ પવારનાં ઘરની તલાસી દરમિયાન તેનાં લેપટોપમાંથી કંઇક સંદિગ્ધ એન્ટ્રી મળી હતી. જે બાદ NCBએ તેને સમન્સ બજાવી હાજર થવા જણાવ્યું હતું પણ ઋષિકેશ આવ્યો ન હતો. એટલું જ નહીં ઋષિકેશ અગ્રિમ જામીન માટે પણ અરજી કરી હતી જે ખારીજ થઇ ગિ છે. હવે NCB તેની શોધમાં છે.
    Published by:Margi Pandya
    First published:January 10, 2021, 11:52 am

    ટૉપ ન્યૂઝ