બોલિવૂડ ડ્રગ્સ કેસ: ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ રવિ પ્રસાદને 2 મહિના બાદ મળ્યા જામીન

બોલિવૂડ ડ્રગ્સ કેસ: ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ રવિ પ્રસાદને 2 મહિના બાદ મળ્યા જામીન
ક્ષિતિજ રવિ પ્રસાદને મળ્યા જામીન

બોલિવૂડ ડ્ર્ગ્સ કેસ (Bollywood Drugs Case)માં ધરપકડમાં આવેલાં ધર્મા પ્રોડક્શનનાં પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)ને આશરે 2 મહિના બાદ જામીન મળ્યાં છે. પૂછપરછ બાદ NCBએ 26 સ્પટેમ્બરનાં તેની ધરપકડ કરી હતી.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Suicide Case) સાથે જોડાયેલાં ડ્રગ્સ મામલે (Bollywood Drugs)માં ઘણાં સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે ધર્મા પ્રોડક્સનનાં પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)ને આશરે 2 મહિના બાદ જામી મળ્યા છે. પૂછપરછ બાદ NCBએ 26 સ્પટેમ્બરનાં તેની ધરપકડ કરી હતી. NCBનાં સૂત્રો મુજબ, ક્ષિતિજનાં ઘરે રેઇડ દરમિયાન ગાંજો (Hashish) મળી આવ્યું હતું.

  ક્ષિતિજ રવિને મુંબઇની સ્પેશલ NDPS કોર્ટે 50,000ની અંગત ફાઇન હેઠળ જામીન આપી છે. આ સાથે જ તેનાં પર ઘણી બંદિશ લગાવવામાં આવી છે. તેનો પાસપોર્ટ તપાસ અધિકારીઓ પાસે જમા કરાવવાનો રહેશે. સાથે જ તે દેશ છોડીને બહાર નથી જઇ શકતો. બહુજ જરૂરી હોય તો કોર્ટની પરવાનગી બાદ જ વિદેશ જઇ શકશે. એટલું જ નહીં મુંબઇ શહેરની બહાર જતા પહેલાં NCBનાં અધિકારીઓને પહેલેથી સૂચના આપવાની રહેશે.  આ પણ વાંચો- અભિષેક બચ્ચને કોલકાતામાં શરૂ કર્યું 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ, VIRAL તસવીરોમાં ઓળખવો મુશ્કેલ

  NCBનાં અધિકારીઓનો એક દળે ધર્મા પ્રોડક્શનનાં કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિનાં ઘરે 25 સ્પટેમ્બરનાં તેનાં દરોડા પાડ્યા હતાં ત્યારે તેનાં ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. જે બાદ પૂછપરછ માટે ક્ષિતિજને NCBની ઓફિસ લઇ જવામાં આવ્યો હતો. અધિકારીઓનાં દળે વર્સોવા સ્થિત રવિનાં આવાસે દરોડા પાડ્યા હતાં.  NCBનાં અધિકારીઓ તેને પોલીસ વાનમાં બેસાડીને દક્ષિણ મુંબઇ સ્થિત તેમનાં કાર્યાલયમાં લઇ ગયા હતાં. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર રવિને બોલિવૂડમાં ડ્રગ્સનાં કથિત ઉપયોગ સંબંધી મામલામાં પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. NCBએ 24 સ્પટેમ્બરનાં ગુરૂવારે રવિનાં ઘરે રેડ પાડી હતી. પણ તે સમયે રવિ હાજર ન હતો. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, બાદમાં રવિને 25 સપ્ટેમ્બરનાં NCBની સામે રજૂ થવા જણાવવામાં આવ્યું હતું. તે 26 સ્પટેમ્બરનાં સવારે તેનાં ઘરે પહોચ્યો હતો. જ્યાં તેને એજન્સી કાર્યાલય માટે લઇ જવામાં આવ્યો હતો.
  Published by:Margi Pandya
  First published:November 26, 2020, 16:53 pm

  ટૉપ ન્યૂઝ