ડ્રગ્સ કેસમાં મુંબઇનાં મુચ્છડ પાનવાળાનું નામ સામે આવ્યું, NCBએ બજાવ્યું સમન્સ
ડ્રગ્સ કેસમાં મુંબઇનાં મુચ્છડ પાનવાળાનું નામ સામે આવ્યું, NCBએ બજાવ્યું સમન્સ
NCB,એ મુચ્છડ પાનવાળાને બજાવ્યું સમન્સ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બે દિવસ પહેલાં જ દિયા મિર્ઝા (Diya Mirza)ની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલાની સાથે કરન સજનાની, રાહિલા અને શાઇસ્તાને ધરપકડ કરી હતી. તેમની પાસેથી આશરે 200 કિલો ગાંજો મળી આવ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન અંગે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એલર્ટ છે. ડ્રગ્સ મામલે NCBએ બે દિવસ પહેલાં જ દિયા મિર્ઝા (Dia Mirza)ની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા (Rahila Furniturewala) તેની બહેન સહિત 2 લોકોની ધરપકડ કરી છે. આ મામલે હવે મુંબઇનાં પ્રસિદ્ધ મુચ્છડ પાનવાલા (Muchhad Paanwala) દુકાનનાં માલિક ભરત તિવારીનું નામ સામે આવ્યું છે. NCBએ ડ્રગ્સ કેસમાં ભરત તિવારીને સમન્સ બજાવ્યું છે. ભરત તિવારીને આજે NCB પહોંચી આ મામલે તેનું નિવેદન દાખલ કરવાં કહેવામાં આવ્યું છે.
જાણકારી મુજબ, દિયા મિર્ઝાની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા કેસમાં નિવેદન દાખલ કરવા માટે મુચ્છડ પાનવાળાને સમન બજાવ્યું છે. આપને જણાવી દઇએ કે, NCBની ટીમે બે દિવસ પહેલાં જ દિયા મિર્ઝાની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલાની સાથે જ કરન સજનાની, રાહિલા અને શાઇસ્તાને પકડી લીધી છે. NCBએ તેમની પાસે આશરે 200 કિલો ગાંજો મળી આવ્યો હતો.
NCBની પૂછપરછ દરમિયાન માલૂમ થયુ છે કે, બ્રિટિશ નાગરિક કરન સજનાની મુચ્છડ પાનવાલાને ગાંજો સપ્લાય કરતાં હતાં. કરન સજનાનીનાં નિવેદનમાં ભરત તિવારીનું નામ સામે આવ્યા બાદ સમન્સ બજાવવામાં આવ્યું છે.
NCB આ પહેલાં બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન મામલે ઘણી સેલિબ્રિટીઝની પૂછપરછ કરી ચૂકી છે. જેમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત, સારા અલી ખાન શામેલ છે. આ ઉપરાંત એક્ટર અર્જુન રામપાલની પણ પૂછપરછ થઇ ચૂકી છે. ગાંજો રાખવાનાં આરોપમાં કલાકાર ભારતી સિંહ અને તેનાં પતિ અભિષેકની ધરપકડ કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ ડિરેક્ટર ઋષિકેશ પવારની તપાસમાં લાગી છે NCB- તો સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને હવે તેનાં પૂર્વ ડ્રીમ પ્રોજેક્ટનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર ઋષિકેશ પવારની તપાસ કરી રહી છે. જે દરમિયાન તેનાં લેપટોપમાં કેટલીક સંદિગ્ધ એન્ટ્રીઓ મળી હતી. જે બાદ NCB એ તેને સમન્સ બજાવી હાજર રહેવાં કહ્યું હતું. પણ ઋષિકેસ પવાર નહોતો આવ્યો. પવારનાં આગોતરા જામીન અરજી પણ ખારીજ થઇ ગયા છે. હવે NCB તેની તલાશ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર