એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત બોલિવૂડ હસ્તીઓનાં ત્યાં રેડ પાડી રહ્યું છે. આ શ્રેણીમાં NCBની ટીમે શનિવારે પ્રખ્યાત કોમેડિયન મહિલા ભારતી સિંહનાં ઘરે રેઇડ પાડી છે. અત્યાર સુધીની માહિતી મુજબ NCBની ટીમને ટીવી એક્ટ્રેસ ભારતી સિંહનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. હજુ સુધી તે ડ્રગ્સની માત્રા માલૂમ થઇ નથી. પણ NCBની ટીમે ટીવી એક્ટ્રેસ ભારતી સિંહ અને તેનાં પતિને સમન્સ બજાવી દીધુ છે.
ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાની NCBની ટીમ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. NCBની ટીમ હવે તેમની ડ્રગ્સ મામલે પૂછપરછ કરશે. ભારતી અને હર્ષનાં ઘરમાંથી પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો.
જાણકારી મુજબ, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે ભારતી સિંહનાં અધેરી સ્થિત ઘરમાં છાપો માર્યો છે અને ગાંજો મળી આવ્યો છે. જે સમયે NCBની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં. અત્યાર સુધીની માહિતી અનુસાર, NCBની ટીમને ભારતીનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
Narcotics Control Bureau conducts a raid at the residence of comedian Bharti Singh in Mumbai: NCB#Maharashtra
ભારતી સિંહનાં ઘરેથી ડ્રગ્સ મળ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી અને હર્ષને પૂછપરછ માટે સમન્સ બજાવ્યાં છે હવે જોવાનું રહેશે કે ભારતી અને હર્ષ ક્યારે NCBની ઓફિસમાં હાજર થાય છે.