Home /News /entertainment /

અર્જુન રામપાલની દિવાળી બગડી, NCBએ આજે ફરી કરી પૂછપરછ

અર્જુન રામપાલની દિવાળી બગડી, NCBએ આજે ફરી કરી પૂછપરછ

અર્જુન રામપાલ NCBની ઓફિસ પહોંચતા સમયની તસવીર

બોલિવૂડમાં કથિત રૂપે નશીલા પદાર્થનાં ઉપયોગ સંબંધી કેસની તપાસમાં અર્જુન રામપાલ (Arjun Rampal) શુક્રવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસ પહોચ્યો હતો.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં કથિત રૂપે નશીલા પદાર્થનાં ઉપયોગ સંબંધી કેસની તપાસમાં અર્જુન રામપાલ (Arjun Rampal) શુક્રવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસ પહોચ્યો હતો. ગુરુવારે NCBએ એક્ટરને સમન્સ બજાવ્યા હતાં.

    શુક્રવારે જ ઓસ્ટ્રેલિયન મૂળનાં આર્કિટેક્ટ પોલ બાર્ટલ (Paul Bartel)ની NCBએ ધરપકડ કરી લીધી છે. પોલ બાર્ટલ પકડાઇ ગયો છે. ડ્રગ્સ સપ્લાયર અગિસીઆલોસ ડેમેટ્રિયાલદેસ અને એક્ટર અર્જુન રામપાલ ઘણાં સારા મિત્રો છે. બુધવારની રાત્રે NCBએ બાન્દ્રાનાં તે ઘરે રેઇડ પાડી હતી અને સમન્સ બજાવીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં તેની આશરે 9 કલાક પૂછપરછ થઇ હતી જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

    એક્ટર અર્જુન રામપાલની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલની સતત બીજા દિવસે NCB પૂછપરછ થઇ રહી છે. હવે NCBએ અર્જુન રામપાલને સમન્સ બજાવીને આજે ફરી પૂછપરછ માટે બોલાવ્યો છે. હાલમાં ગેબ્રિએલ NCBની ઓફિસમાં છે. ગુરુવારે ગેબ્રિએલ NCB ઓફિસ જવા માટે તેના ઘરેથી અર્જુન રામપાલ સાથે નીકળી હતી, પણ ઓફિસ તે એકલી પહોંચી હતી.

    NCB ઓફિસર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે ગેબ્રિએલને બીજીવાર બોલાવવામાં આવી છે, કારણ કે તપાસ હજુ પૂરી નથી થઈ. NCBનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રોનિક એવિડેન્સથી મળેલા પુરાવા બાદ ટીમ ગેબ્રિએલ સુધી પહોંચી. એ પહેલાં ગેબ્રિએલને બુધવારે 11 વાગ્યે ઓફિસ બોલાવવામાં આવી હતી, પરંતુ તે 12:30 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. સાંજે અંદાજે 6 વાગ્યા સુધી તેની પૂછપરછ થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ, તેના તરફથી સંતોષકારક જવાબ નથી મળ્યા માટે ગુરુવારે તેને ફરી બોલાવવામાં આવી છે. NCBને ઇલેક્ટ્રોનિક એવિડેન્સ રિપોર્ટ પણ મળ્યા છે, જેને જોઈને ગેબ્રિએલને સવાલ કરવામાં આવશે.

    NCBએ ગત અઠવાડિયે જ ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઇદની ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે.

    NCBએ ગયા મહિને ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવલામાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ચરસ અને અલ્પ્રાજોલમ ટેબ્લેટ મળી હતી. તેની પાસેથી મળેલા પુરાવાના આધારે હવે અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું.



    તપાસ એજન્સી મુજબ, અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીએ તેની સપ્લાય ચેન સાથે જોડાયેલા પુરાવા પણ મેળવ્યા છે. આ ચેનમાં સામેલ ડ્રગ્સ પેડલર્સને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ડ્રગ્સ કેસમાં અત્યારસુધી રિયા ચક્રવર્તી સહિત લગભગ 26 લોકો અરેસ્ટ થયા છે. રિયાને અંદાજે 1 મહિનો જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ જેલમાં જ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arjun rampal, Drug Case, Narcotics control bureau, અભિનેતા

    આગામી સમાચાર