Home /News /entertainment /Drishyam 2 Review : 'પૈસા વસૂલ' છે અજય દેવગણની ફિલ્મ! જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

Drishyam 2 Review : 'પૈસા વસૂલ' છે અજય દેવગણની ફિલ્મ! જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

ફોટો ક્રેડિટ : @ajaydevgn ઇન્સ્ટાગ્રામ

Drishyam 2 movie review in Gujarati: જ્યારે 'દ્રશ્યમ'માં અજય દેવગણ અને તબ્બુનો આમનો સામનો થયો હતો, તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. પરંતુ મલયાલમની મોહનલાલ સ્ટારર ફિલ્મની આ હિન્દી રિમેક તેના બીજા પાર્ટમાં દર્શકોને કેટલી આકર્ષિત કરવામાં સક્ષમ છે, આ રિવ્યૂમાં જાણો.

વધુ જુઓ ...
  drishyam 2 movie review : અજય દેવગણ અને તબ્બુનો આમનો સામનો જ્યારે 'દ્રશ્યમ'માં થયો હતો, ત્યારે સૌકોઇ ચોંકી ઉઠ્યા હતા. 'દ્રશ્યમ' બાદ આ ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. આખરે 'દ્રશ્યમ 2' આજે થિયેટર્સમાં રિલીઝ થઇ ચુકી છે.

  પૂરા 7 વર્ષ બાદ અજય દેવગણ વિજય સલગાંવકર બનીને પોતાના પરિવાર સાથે પરત ફરી રહ્યો છે. પરંતુ આ વખતે કોઇ નવી કહાની નથી, પરંતુ જૂની જ કહાનીને ફરી એકવાર નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યા બાદ દર્શકોને મજા આવશે કે નહીં તે જાણવા માટે રિવ્યૂ જરૂર વાંચો...

  આ પણ વાંચો : 42ની ઉંમરમાં શ્વેતા તિવારીએ પહેર્યુ હદથી નાનુ ફ્રોક, કર્વી ફિગર જોઇને છૂટી જશે પરસેવો

  સ્ટોરી : સમીર દેશમુખ મર્ડર કેસને હવે પૂરા 7 વર્ષ થઇ ચુક્યા છે અને આ વર્ષોમાં વિજય સલગાંવકર અને તેનો પરિવાર જૂની વાતો ભૂલીને આગળ વધી ચુક્યો છે. વિજય હવે મિરાજ કેબલની સાથે સાથે એક થિયેટર પણ ચલાવે છે. સાથે જ તે એક ફિલ્મ પણ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તેવામાં ડીઆઇજી મીરા દેશમુખ હજુ પણ લંડનથી દર વર્ષે આવીને પોતાના દિકરાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે. પરંતુ મીરા હજુ પણ કંઇ ભૂલી નથી. પોલીસ એક ચોથુ ધોરણ ફેલ વ્યક્તિથી પોતાની હારને પચાવી નથી શકી અને આ જ કારણ છે કે ઘણા પ્રયાસો બાદ તથા પુરાવા એકઠા કર્યા બાદ આ કેસ ફરીથી ઓપન કરવામાં આવે છે. પરંતુ શું આ વખતે વિજયના પરિવારને તે ક્રાઇમની સજા થશે કે આ ચોથી ફેલ વ્યક્તિ ફરીથી બચવામાં સફળ રહેશે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મ રિવ્યુ : ફિલ્મના ફર્સ્ટ હાફની વાત કરીએ તો શરૂઆતમાં કહાની થોડી ધીમી લાગે છે. શરૂઆતમાં હાઇપોઇન્ટ થોડા ઓછા લાગશે. પરંતુ કેટલાંક સીન્સમાં તમને લાગશે કે આ શા કારણે દર્શાવવામાં આવ્યુ છે અથવા તો આ સીન સમજાશે જ નહી. પરંતુ હકીકતમાં ઇન્ટરવલ બાદ તમને સમજાશે કે ઇન્ટરવલ પહેલા બતાવવામાં આવેલા ઘણા સીન્સનું કનેક્શન સ્ટોરીના બિલ્ડઅપ સાથે છે, જેનું રહસ્ય ઇન્ટરવલ બાદ ખુલશે. શરૂઆતના કેટલાંક સીન્સમાં બસ સ્ટોરી ચાલી રહી છે. પરંતુ જ્યાં સુધી અક્ષય ખન્નાની એન્ટ્રી થશે પછી તમને ખુરશી છોડવાનું મન નહીં થાય.

  આ પણ વાંચો :  Daljeet Kaur Death: ફેમસ એક્ટ્રેસ દલજિત કૌરનું આકસ્મિક નિધન, ગંભીર બીમારી સામે હારી જીંદગીની જંગ
   પહેલી ફિલ્મ સાથે આ ફિલ્મની તુલના જરૂર થશે કારણ તે તે સમજવાની જરૂર છે કે પહેલી ફિલ્મમાં ફર્સ્ટ હાફમાં એક ક્રાઇમ થાય છે અને સેકેન્ડ હાફ પૂરો આ ક્રાઇમ થયો છે કે નહીં તે સાબિત કરવામાં નીકળી જાય છે. પરંતુ આ ફિલ્મમાં આવુ નથી. 'દ્રશ્યમ 2'માં ઇન્ટરવલ પહેલા ફક્ત સ્ટોરીના ટુકડા જ બતાવવામાં આવ્યા છે, જેને સેકેન્ડ હાફમાં એવી રીતે જોડવામાં આવ્યા છે કે તમને મજા આવી જશે. આ જ કારણ છે કે શાનદાર ક્લાઇમેક્સ બાદ 'દ્રશ્યમ 2' પોતાની જ પહેલી ફિલ્મને ટક્કર આપી રહી છે. એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મમાં પણ અજયે પોતાની આંખોથી અભિનય કર્યો છે કારણ કે બોલવાનું કામ આ ફિલ્મમાં તેની પાસે નથી. શ્રિયા સરનની આંખોમાં રહેલો ભય તમે સ્પષ્ટપણે જોઇ શકશો. જો કે આ વખતે વિજયની બંને દીકરીઓ પાસે ડર સિવાય કંઇ નથી.  દ્રશ્યમ તમે જોઇ હોય તો આ ફિલ્મનો બીજો પાર્ટ તમે જરૂર જુઓ કારણ કે તે તમને નિરાશ નહીં કરે. જો કે ફર્સ્ટ હાફમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે. ઇન્ટરવલ બાદ તમને આ ફિલ્મ પૈસા વસૂલ લાગશે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Ajay Devgn, Bollywood Latest News, Bollywood Movie, Movie Review

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन