મુંબઈઃ અજય દેવગણ, તબ્બૂ અને શ્રિયા સરન સ્ટારર 'દ્રશ્યમ 2' લાંબા સમયથી ચર્ચામાં હતી. ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. ત્યારે મેકર્સ સતત ફિલ્મ સાથે જોડાયેલી તમામ માહિતી વિશે અપડેટ આપીને દર્શકોને એક્સાઇટેડ કરી રહ્યા છે. આ સાથે મેકર્સ હવે નવા-નવા પોસ્ટર શેર કરીને ફિલ્મ સાથે જોડાયેલા કાસ્ટનાં પાત્રોનો ખુલાસો કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બૂનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યા બાદ મેકર્સે હવે અક્ષય ખન્નાના પાત્રનો પરિચય કરાવડાવ્યો છે.
અક્ષય ખન્નાના ફર્સ્ટ લુક પોસ્ટરને તબ્બૂએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને પાત્ર સાથે પરિચય કરાવડાવ્યો છે. પોસ્ટરમાં અક્ષય ખન્નાને ચેસનાં બોર્ડ સાથે બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં તેને ખૂબ જ સીરિયસ થઈને ચેસ રમતા જોઈ શકાય છે. તબ્બૂએ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર શેર કરતાં કેપ્શનમાં લખ્યુ, "દુશ્મનને હરાવવાનો મોકો હંમેશા દુશ્મન જાતે જ તમને આપે છે..દ્રશ્યમ 2. કેસ 18 નવેમ્બર 2022એ ફરી ખુલશે."
જણાવી દઈએ કે ભાગ બે માં અક્ષય ખન્નાની એન્ટ્રી અને તેના રોલને લઈને હજુ સુધી સસ્પેન્સ છે. ફિલ્મ મેકર્સ તરફથી તેની ભૂમિકા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, જો કે લોકોએ પહેલાં જ જણાવી દીધું છે કે તે પાર્ટ 1ની જેમ અજય દેવગન વિજય સલગોનકરની ભૂમિકા ભજવશે અને તબ્બૂ પડદાં પર ફરી આઈજી મીરા દેશમુખની ભૂમિકામાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'દ્રશ્યમ-2', 'દ્રશ્યમ'ના આધારે જ બનાવાવમાં આવી છે. જોકે જણાવવામાં આવી રહ્યુ છે કે પાર્ટ-2 પહેલા કરતાં વધારે રોમાંચક હશે. જણાવી દઈએ કે દ્રશ્યમ એક ક્રાઈમ થ્રિલર ફ્રેંચાઇઝી છે. હિન્દીમાં આ ફિલ્મનાં પહેલા ભાગને વર્ષ 2015માં નિશિકાંત કામતે ડિરેક્ટ કરી હતી. હવે 'દ્રશ્યમ-2'ને અભિષેક પાઠક ડિરેક્ટ કરી રહ્યા છે. આ મોહનલાલની મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ'ની હિન્દી રિમેક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર