Home /News /entertainment /ફિલ્મ દ્રશ્યમની આ બાળ કલાકાર થઇ ગઇ છે આટલી મોટી, ગ્લેમરસ લૂક જોઇને ઓળખી નહીં શકો

ફિલ્મ દ્રશ્યમની આ બાળ કલાકાર થઇ ગઇ છે આટલી મોટી, ગ્લેમરસ લૂક જોઇને ઓળખી નહીં શકો

મૃણાલ જાધવ, જેણે અનુ સલગાંવકરની ભૂમિકા ભજવી હતી

વર્ષ 2015માં અજય દેવગન (Ajay Devgan) અને શ્રિયા શરન (Shriya Sharan) સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ’ (Film Drishyam)એ દર્શકોને ખૂબ ખુશ કર્યા હતા. આ ફિલ્મની દરેક બાજુ ચર્ચાઓ થઇ રહી હતી. થ્રિલર અને મિસ્ટ્રીથી ભરપૂર આ ફિલ્મમાં અનેક સસ્પેન્સિવ વળાંક આવ્યા હતા.

વધુ જુઓ ...
જેણે લોકોને આ ક્રાઇમ થ્રિલર ફિલ્મના ફેન બનાવી દીધા હતા. અજય દેવગને વિજય સલગાંવકરની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેની મોટી દીકરી દ્વારા તેની એક સ્કૂલ મેટનું મર્ડર થઇ જાય છે. પરંતુ વિજય સલગાંવકર પોલીસને પણ છેતરીને એક એવી સ્ટોરી બનાવે છે કે તેના પરીવારને મુક્ત કરવા પોલીસ પણ મજબૂર બની જાય છે. રસપ્રદ સ્ટોરી અને અવનવા વળાંકથી ભરપૂર આ ફિલ્મથી ફેન્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પરંતુ આ કહાનીમાં એક પાત્ર એવું હતું, જેના પર દર્શકોની નજર પડી હતી. જી હાં, આ કહાનીમાં સૌથી મહત્વનો ભાગ તો વિજય સલગાંવકરની નાની દિકરી અનુ સલગાંવકરે (anu aka mrunal jadhav then and now) જ સંભાળ્યો હતો. કારણને અસહનીય ટોર્ચર બાદ પણ પોલીસને ખોટું બોલી તેણે પરીવારને બચાવી લીધો હતો.

આટલા વર્ષોમાં કેટલી બદલાઈ અનુ?


અનુ સલગાંવકરનું પાત્ર ભજવનાર બાળ અભિનેત્રીનું સાચું નામ મૃણાલ જાદવ (mrunal Jadav) છે. તેણે પોતાના અભિનયથી ફેન્સની ખૂબ વાહવાહી મેળવી હતી. હવે વિજયની નાની છોકરી અનુ ઘણી મોટી થઇ ગઇ છે. આટલા વર્ષોમાં આવેલ બદલાવ બાદ મૃણાલ ખૂબ જ ગ્લેમરસ પણ લાગે છે. તેના પહેલાના અને સોશ્યલ મીડિયા પર તેના હાલના લૂકમાં ઘણો તફાવત જોઇ શકાય છે. બાળપણમાં મૃણાલ જાદવના ચહેરા પર અલગ જ માસૂમિયત હતી. તેની આ જ ખાસિયતથી દર્શકોએ પણ મૃણાલને ફિલ્મમાં ખૂબ સરાહના આપી હતી.

આ પણ વાંચોઃNational Awards: આજે નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવશે, અજય દેવગનથી માંડી આશા પારેખ સુધી જુઓ અહીં વિનર્સનું લિસ્ટ

લેટેસ્ટ ફોટો થઇ રહી છે વાયરલ
મૃણાલ જાદવની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેના અલગ અને ગ્લેમરસ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. મૃણાલનો નવો લૂક પહેલા કરતા વધુ સુંદર લાગે છે. ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ આવી રહી છે, તો મૃણાલ જાદવ પણ ફરી ચર્ચામાં આવી છે. સાત વર્ષની અંદર તેનામાં ઘણા બદલાવ જોઇ શકાય છે.


પોલીસ ઓફિસરની દિકરી છે મૃણાલ


મૃણાલ જાદવે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ત્યાર બાદ તેણે મોડલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. રીતેશ દેશમુખની ફિલ્મ ‘લાઇ ભારી’ દ્વારા તેણે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2014માં રીલીઝ થઇ હતી. વર્ષ 2012માં મૃણાલે ટીવી સિરીયલ ‘રાધા કી બાવરી’માં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. માત્ર વર્ષની ઉંમરે મૃણાલે એક્ટિંગની શરૂઆત કરી હતી. આપને જણાવી દઇએ કે મૃણાલ પોલીસ ઓફિસર રવિન્દ્ર જાદવની પુત્રી છે. તેની માતા સંગીતા જાદવ હાઉસવાઇફ છે. તેના મોટા ભાઇનું નામ પરાગ જાદવ છે. મૃણાલ હવે દ્રશ્યમ 2માં અજય દેવગન સાથે ફરી સ્ક્રીન શેર કરશે.
Published by:Priyanka Panchal
First published:

Tags: Bollywood બોલિવૂડ, અજય દેવગન

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन