Home /News /entertainment /Drishyam 2ના મેકર્સે ઓડિયંસને આપી 2 ઓક્ટોબરની ગિફ્ટ, એડવાન્સ બુકિંગ પર 50 ટકા ડિસ્કાઉન્ટ

Drishyam 2ના મેકર્સે ઓડિયંસને આપી 2 ઓક્ટોબરની ગિફ્ટ, એડવાન્સ બુકિંગ પર 50 ટકા ડિસ્કાઉન્ટ

'દ્રશ્યમ 2'નું ટીઝર થયું લોન્ચ

Drishyam 2 : 'દ્રશ્યમ 2'ના મેકર્સે 2 ઓક્ટોબરે ઓડિયન્સને એક ખાસ ગિફ્ટ આપી છે. મેકર્સે ઘણા મલ્ટિપ્લેક્સ સાથે સહયોગ કર્યો છે. આ સહયોગના આધારે, ઓડિયન્સને ટિકિટ બુકિંગ પર 50 ટકા ઑફ મળશે.

    Drishyam 2 : અજય દેવગણ, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર 'દ્રશ્યમ 2'ના મેકર્સે ઓડિયંસને ખાસ ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ 2 ઓક્ટોબરે ખાસ કારણે આપવામાં આવી છે. હકીકતમાં, આપણે 'દ્રશ્યમ'માં જોયું હતું કે ફિલ્મ 2 ઓક્ટોબરની તારીખની આસપાસ ફરે છે. આ જ કારણે 'દ્રશ્યમ 2'માં પણ 2 ઓક્ટોબરને ખાસ બતાવવામાં આવી છે. આજે 2 ઓક્ટોબર છે તેથી મેકર્સે ઓડિયંસ અને ફેન્સને એડવાન્સ બુકિંગ પર 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપી છે. ફિલ્મ 18 નવેમ્બરે થિયેટર્સમાં રીલીઝ થશે.

    આ પણ વાંચો : કાજોલ પીળી સાડી પહેરી બહેન તનિષા સાથે પહોચી દુર્ગા પૂજા પંડાલ, જુઓ એક્ટ્રેસના સુંદર PHOTOS

    'દ્રશ્યમ 2'ના મેકર્સે ઘણી મલ્ટીપ્લેક્સ ચેઇન સાથે મળીને સહયોગ કર્યો છે. મેકર્સે થિયેટર ચેનના એપ પર 'દ્રશ્યમ 2' માટે ટિકિટ બુકિંગ પર રીલીઝના દિવસે એટલે કે 18 નવેમ્બર માટે 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવાની ડીલ કરી છે. પહેલીવાર સિનેમા ચેન આ પ્રકારની સ્પેશિયલ ઓફર સાથે કોઇ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ કરશે.





    મેકર્સનું માનવુ છે કે આ પ્રકારની ઓફરથી ઓડિયંસ વચ્ચે એક્સાઇટમેન્ટ વધશે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો થિયેટર્સ તરફ વળશે. આ ઑફર ફક્ત 2 ઓક્ટોબર માટે છે. 'દ્રશ્યમ 2'ની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા અને હવે તે જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર રિલિઝ થશે. તેનુ ટીઝર તાજેતરમાં જ લોન્ચ થયું છે. જેણે ફેન્સનું એક્સાઇટમેન્ટ વધારી દીધું છે.

    આ પણ વાંચો : શું સારા અને કરિનાની બોન્ડિંગથી અમૃતા સિંહને પ્રોબ્લેમ છે? એક્ટ્રેસે કંઈક આપ્યો આવો જવાબ

    2-3 ઓક્ટોબરની આસપાસ ફરે છે કહાની


    ફિલ્મમાં અજય દેવગણ વિજય સલગાંવકરનું કિરદાર ભજવી રહ્યો છે. વર્ષ 2015માં રીલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ'માં 2-3 ઓક્ટોબરનો ટ્રેક છે. ફિલ્મમાં ઘણીવાર એક ડાયલોગ આવ્યો હતો કે '2 ઓક્ટોબરે શું થયું હતું?' તે બાદ વિજય અને તેની ફેમીલી તેના વિશે જણાવે છે. ફિલ્મની સ્ટોરી આ જ તારીખો અને વિજયની ફેમીલીની આસપાસ ફરે છે.

    ટીઝર બાદ ફેન્સ જોઇ રહ્યાં છે ફિલ્મની રાહ


    હવે 'દ્રશ્યમ 2'નું ટીઝર આવી ગયું છે. જેમાં વિજય સલગાંવકર પોતાની કબૂલાત કરતા જોવા મળ્યો હતો. ટીઝરમાં 'દ્રશ્યમ'નો પૂરો રીકેપ બતાવવામાં આવ્યો છે. ફેન્સ હવે તેના ટ્રેલર અને ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક પાઠકે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Ajay Devgn, Bollywod, Bollywood Actors, Bollywood Celebrities

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन