Home /News /entertainment /Dream Girl 2 teaser: પૂજા બનીને આયુષ્માન ખુરાનાએ શાહરૂખ સાથે કર્યુ ફ્લર્ટ, મજેદાર છે ડ્રિમ ગર્લ 2નું ટીઝર
Dream Girl 2 teaser: પૂજા બનીને આયુષ્માન ખુરાનાએ શાહરૂખ સાથે કર્યુ ફ્લર્ટ, મજેદાર છે ડ્રિમ ગર્લ 2નું ટીઝર
ડ્રીમ ગર્લ 2માં આયુષ્માન ડ્યુઅલ રોલમાં જોવા મળશે.
ડ્રીમ ગર્લ 2માં આયુષ્માન ડ્યુઅલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેની બ્લોકબસ્ટર 2019ની ફિલ્મની સિક્વલ છે, જેમાં તેણે એક એવા યુવાનની ભૂમિકા ભજવી હતી જે સ્ત્રીના અવાજનો ઉપયોગ કરીને પુરુષોને હોટલાઇન સેવા પૂરી પાડે છે.
આયુષ્માન ખુરાના (Ayushyman khurana)એ મંગળવારે સોશિયલ મીડિયા પર તેની આગામી કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 (Dream Girl 2)નું એક ફની ટીઝર શેર કર્યું. ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. ટીઝરમાં પૂજા અન્ય કોઈ નહીં પણ પઠાણના શાહરૂખ ખાન સાથે ફ્લર્ટ કરતી દેખાઈ રહી છે.
પઠાણ તેને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા આપવા માટે બોલાવે છે, ત્યારે પૂજા ટીઝરમાં બેકલેસ ચોલી અને ઘાગરામાં જોવા મળે છે. પૂજા અને પઠાણ મળ્યા પછી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનની ચર્ચા કરે છે.
પઠાણ કહે છે, “મારી ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે,” અને પૂજાને પૂછે છે તેની ફિલ્મ ક્યારે આવી રહી છે. ત્યારે પૂજા ડ્રીમ ગર્લ 2ની રિલીઝ ડેટ જણાવતા 7 જુલાઈ કહે છે.
આ પહેલીવાર નથી, જ્યારે આયુષ્માને શાહરૂખ ખાનને ખાસ મહત્વ આપ્યું હોય. તાજેતરના ટ્વીટમાં અભિનેતાએ જાહેર કર્યું કે તે એક પ્રાઉડ "SRKian" છે. તેની છેલ્લી રિલીઝ, એક્શન હીરો હતી, ફિલ્મને પ્રમોટ કરતી વખતે આયુષ્માને શાહરૂખના મુંબઈ ઘર મન્નતની યાત્રા કરી હતી. ડ્રીમ ગર્લ 2માં આયુષ્માન ડ્યુઅલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેની બ્લોકબસ્ટર 2019ની ફિલ્મની સિક્વલ છે, જેમાં તેણે એક એવા યુવાનની ભૂમિકા ભજવી હતી જે સ્ત્રીના અવાજનો ઉપયોગ કરીને પુરુષોને હોટલાઇન સેવા પૂરી પાડે છે.
તેની કો-સ્ટાર અનન્યા પાંડેએ ટીઝર શેર કર્યું અને તેણે પોસ્ટમાં લખ્યું, “મેં સાઈન કરતી વખતે વિચાર્યું કે ફિલ્મમા એક હીરોઈન હતી પણ બધા આ @pooja___dreamGirlને જ કેમ કોલ કરે છે?
આયુષ્માન બોક્સ ઓફિસ પર રફ પેચમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે તેની તાજેતરની ફિલ્મો - ચંદીગઢ કરે આશિકી, અનેક, ડૉક્ટર જી અને એક એક્શન હીરો - તમામ એવરેજ પ્રદર્શન કરી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ તબક્કાએ તેના આત્મવિશ્વાસને કોઈપણ રીતે હલાવી દીધો છે, તો આયુષ્માને કહ્યું હતું, “મને લાગે છે કે હું હજી તેવો છું. જો હું જોખમ લેવાનું બંધ કરીશ, તો હું પરંપરાગત બનીશ. હું હંમેશા બિનપરંપરાગત રહ્યો છું અને હું તેવા જ સિલેક્શન કરું છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ, સફળતા કે નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વગર હું ફક્ત સીમાઓને આગળ ધપાવતો રહું છું અને તે ફિલ્મોના બજેટની સુંદરતા પણ છે. મારી ફિલ્મો મોટાભાગે ઓછા-થી-મધ્યમ બજેટની હોય છે, તેથી કોઈ પૈસા ગુમાવતું નથી અને હું જોખમ ઉઠાવી શકું છું."
એકતા આર કપૂર દ્વારા નિર્મિત, ડ્રીમ ગર્લ 2 માં પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વિજય રાઝ, અન્નુ કપૂર, સીમા પાહવા, મનોજ જોશી, અભિષેક બેનર્જી અને મનજોત સિંહ પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર