Home /News /entertainment /

ડો. હાથીને રોજ દારૂ પીવાની હતી કુટેવ, પાડોશીઓએ ખોલ્યાં રાઝ!

ડો. હાથીને રોજ દારૂ પીવાની હતી કુટેવ, પાડોશીઓએ ખોલ્યાં રાઝ!

    ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કવિ કુમાર આઝાદના નિધનથી આ શોના ફેન્સમાં દુખની લહેર વ્યાપી ગઇ છે. ન માત્ર ફેન્સ પરંતુ આખી ટીવી ઇન્ડસ્ટ્રીને આ ખબરથી આઘાત લાગ્યો છે. કવિ કુમાર આઝાદની મોત હાર્ટ એટેકથી થઇ છે. જોકે કવિ કુમાર આઝાદના એક પાડોશીએ એક સમાચારપત્રને જણાવ્યું કે આઝાદ રોજ જ દારૂ પીતા હતાં. તેમની મોતના એક દિવસ પહેલા પણ તેમણે મિત્રો સાથે દારૂ પીધો હતો.

    અહેવાલ પ્રમાણે કવિ કુમારને અચાનક સોમવારે સવારે જ દિલમાં દુખાવાની ફરિયાદ થઇ જે પછી તેમને તરત જ મુંબઇના વોકહાર્ટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. તે સમયે તેઓ બેભાન હતાં. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતાં.

    તારક મેહતાના હંસરાજ હાથીનું મૃત્યું નિયમિત દારૂ પીવાના કારણે થયું તેવું ચોક્કસપણે ન કહી શકાય. પરંતુ જણાવીએ કે આ એક્ટરનું વજન 254 કિલો હતું જેના કારણે તેમને હરવા ફરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. ઓક્ટોબર 2010માં તેમણે બૈરિયાટ્રિક સર્જરી દ્વારા પોતાનું વજન 80 કિલો સુધી ઓછું કર્યું હતું. પોતાના શરીરમાં આવેલા આ બદલાવથી કવિ કુમાર ઘણાં ખુશ હતાં.

    તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'સર્જરીથી મારૂં 80 કિલો વજન ઓછું થયું હતું. જાણે મારૂં જીવન બદલાઇ ગયું છે. વજન ઓછું થવાને કારણે મેં નવી રીતે જીવન શરૂ કર્યું છે.'

    એક્ટરે ટ્વિટર એકાઉન્ટમાંથી એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં એક્ટરે લખ્યું હતું કે , કોઇએ કહ્યું છે કે કલ હો ન હો પણ હું કહું છું કે પલ હો ન હો, હર લમ્હા જીઓ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Tarak Mehta ka Ulta Chasma

    આગામી સમાચાર