Home /News /entertainment /

'ડૉ. અરોરા - ગુપ્ત રોગ વિશેષજ્ઞ' સેક્સ સમસ્યાઓનું સમાધન કરશે, Trailerને મળ્યાં 1 કરોડ વ્યૂઝ

'ડૉ. અરોરા - ગુપ્ત રોગ વિશેષજ્ઞ' સેક્સ સમસ્યાઓનું સમાધન કરશે, Trailerને મળ્યાં 1 કરોડ વ્યૂઝ

ટ્રેલર જોઇ લો..

Dr Arora- Gupt Rog Visheshagya : ટ્રેલરમાં 'ડૉક્ટર અરોરા'ની વાત જોવા મળે છે. તે સેક્સ કન્સલ્ટન્ટ છે અને તેમની પાસે વિવિધ પ્રકારના દર્દીઓ આવે છે. સિરીઝનું ટ્રેલર ઘણું જ શાનદાર છે. હળવી કોમેડીની વચ્ચે ગંભીર મુદ્દા અંગે વાત કરવામાં આવી છે. સિરીઝની વન લાઇન સ્ટોરી એ છે કે જ્યાં સુધી ગુપ્ત રહેશે, ત્યાં સુધી તે રોગ રહેશે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ડૉક્ટર અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ'નું (Dr Arora- Gupt Rog Visheshagya) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વેબ સિરીઝમાં તમામ ગુપ્ત સમસ્યાઓનો ઉકેલ બતાવવામાં આવ્યો છે. કુમુદ મિશ્રાએ (Kumud Mishra) લીડ રોલ પ્લે કર્યો છે. સિરીઝ 22 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. ટ્રેલર આમ તો 4 જુલાઇએ રિલીઝ થયુ હતું પણ આ ત્રણ દિવસનાં તેનાં વ્યૂઝ એક કરોડથી વધુ થઇ ગયા છે. આ સિરીઝનાં ટ્રેલરમાં કેટલાંક ચોટદાર સંવાદ છે. જે કોઇ બોલતું સંભળાતું નથી. પણ સ્ક્રિન પર પ્લે થાય છે. જેમાં લખ્યું છે. 'જબ તક ગુપ્ત રહેગાં, તબ તક રોગ રહેગા' ( Jab tak gupt rahega, tab tak rog rahega). આપને જણાવી દઇએ કે, આ સિરીઝ સોનાક્ષી સિંહાની ફિલ્મ 'ખાનદાની શફાખાના'થી ખાસ્સી મળતી આવે છે. સોનાક્ષીની આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને શિલ્પી દાસગુપ્તાએ ડિરેક્ટ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

    ટ્રેલરમાં 'ડૉક્ટર અરોરા'ની વાત જોવા મળે છે. તે સેક્સ કન્સલ્ટન્ટ છે અને તેમની પાસે વિવિધ પ્રકારના દર્દીઓ આવે છે. સિરીઝનું ટ્રેલર ઘણું જ શાનદાર છે. હળવી કોમેડીની વચ્ચે ગંભીર મુદ્દા અંગે વાત કરવામાં આવી છે. સિરીઝની વન લાઇન સ્ટોરી એ છે કે જ્યાં સુધી ગુપ્ત રહેશે, ત્યાં સુધી તે રોગ રહેશે.

    સિરીઝના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કુમુદ મિશ્રા સેક્સ કન્સલ્ટન્ટ તરીકે ધમાલ મચાવે છે. સિરીઝમાં તેમણે ડૉક્ટર અરોરાનો પ્લે કર્યો છે. ડૉ. અરોરા જાણીતા ડૉક્ટર છે અને તેમનું ક્લીનિક સવાઈ માધોપુર, મોરેના તથા ઝાંસીમાં છે. સિરીઝને સાજિદ અલી તથા અર્ચિત કુમારે ડિરેક્ટ કરી છે. સિરીઝમાં કુમુદ મિશ્રા ઉપરાંત વિદ્યા માલવાડે, વિવેક મુસરાન, સંદીપા ધર, અજિતેશ ગુપ્તા જેવા કલાકારો છે.



    ટ્રેલર દર્શકોને ઘણું જ ગમ્યું છે. સિરીઝની રિફ્રેશિંગ સ્ટોરીના વખાણ કરવામાં આવ્યા છે. આ ટ્રેલરને ત્રણ દિવસમાં જ એક કરોડથી વધુ વ્યુઝ મળી ચુક્યાં છે. કુમુદ મિશ્રા દમદાર રોલમાં જોવા મળે છે.

    ઈમ્તિયાઝ અલીનું છે ડિરેક્શન
    આ સિરીઝને ઈમ્તિયાઝ અલીએ ક્રિએટ કરી છે. ઈમ્તિયાઝે કહ્યું હતું કે તેને જમશેદપુરથી દિલ્હી વચ્ચેની ટ્રેન મુસાફરીમાં આ સિરીઝ અંગેનો વિચાર આવ્યો હતો. તેણે જોયું કે આ રસ્તામાં લોકલ સેક્સ ડૉક્ટર્સની પુષ્કળ જાહેરાત કરવામાં આવે છે. તે ટ્રેનની બારી આગળ બેસીને આ પ્રકારની જાહેરાતો જોતો હતો. તેને વિચાર આવ્યો કે આ કેટલું રમૂજી બની શકે છે. આ જ વિચારોમાંથી તેને ડૉક્ટર અરોરા બનાવવાનો વિચાર આવ્યો હતો. આ સિરીઝમાં મહત્ત્વના મુદ્દાને શક્ય તેટલો નોર્મલાઇઝ કરીને બતાવવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ ઘણો જ અલગ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr Arora- Gupt Rog Visheshagya, Kumud Mishra, Sony Liv

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन