ન્યૂઝ 18 ગુજરાતી બૉલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' બૉક્સ ઑફિસ પર નિષ્ફળ થયા બાદ હવે શાહરૂખની આગામી ફિલ્મ અંગે અટકળો થઈ રહી છે. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે શાહરૂખ હવે રાકેશ શર્માના જીવન પર તૈયાર થનારી બાયોપિક 'સારે જહાં સે અચ્છા'માં કામ નહીં કરે .
શાહરૂખ ખાને આ ફિલ્મ છોડતાં પહેલાં ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન 3'માં કામ કરવાનું નક્કી કર્યુ છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
રાકેશ શર્માની બાયોપિક 'સારે જહાં સે અચ્છા'ના લેખક અંજુમ રાજાબાલીએ સ્પષ્ટતા કરી છે કે શાહરૂખ ખાને ફિલ્મ છોડી તેવા સમાચાર અફવા છે.
એક ચૅટ ઇન્ટરવ્યૂ દરમિયાન અંજુમને સવાલ કરવામાં આવ્યો કે શાહરૂખ હવે ફિલ્મનો ભાગ નથી? ત્યારે અંજુમ રાજાબાલીએ જણાવ્યું હતું કે આ સમાચાર 'ફેક ન્યૂઝ' છે.
રાજાબાલીની સ્પષ્ટતા બાદ એટલું તો નક્કી થઈ ગયું છે કે આગામી દિવસોમાં શાહરૂખ ખાન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મમાં શાહરૂખ અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય રાકેશ શર્માના પાત્રમાં જોવા મળશે.
શાહરૂખે ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે ફિલ્મની કહાણી ખૂબ જ રોચક છે અને તેમને ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મ માટે પહેલાં શાહરૂખ ખાનના સ્થાને આમિર ખાનની પસંદગી થઈ હતી.
જોકે, આમિરે આ ફિલ્મ શાહરૂખને આપી અને શાહરૂખે ફિલ્મમાં અભિનય કરવાની સંમતિ દર્શાવી હતી. નજીકના દિવસોમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર