Home /News /entertainment /

શું કેટરિનાને બે મહિનાની પ્રેગ્નેન્સી છે? સવાલ ઉઠતા ટીમે આપ્યો એવો જવાબ

શું કેટરિનાને બે મહિનાની પ્રેગ્નેન્સી છે? સવાલ ઉઠતા ટીમે આપ્યો એવો જવાબ

કેટરિના કૈફ શું બે મહિનાની ગર્ભવતિ છે?

Katrina Kaif Pregnant! બ્યૂટિફૂલ એકેટ્રેસ કૈટરિના કૈફ 2 મહિનાની પ્રેગનેન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જણાવી દઈએ કે કેટરિના અને વિકી છ મહિના પહેલા રાજસ્થાનના ફોર્ટ બરવાડામાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: થોડા જ મહિના અગાઉ જ બોલીવુડના મોસ્ટ એલીજેબલ બેચલર ગણાતા વિકી કૌશલ (Vicky Kaushal) અને કૈટરિના કૈફ (Katrina Kaif) લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્નના થોડા જ સમય બાદ અન્ય કપલની જેમ જ આ જસ્ટ મેરિડ કપલ માતા પિતા બનવાની અફવાઓ વહેતી થઈ ગઈ હતી. લગ્નના થોડા જ સમય બાદ જ એવી અફવાઓ ફેલાઈ હતી કે 'મેરી ક્રિસમસ'ની એક્ટ્રેસ  કેટરિના કૈફ અને તેનો પતિ વિકી કૌશલ તેમનુ પ્રથમ બાળક એક્સપેક્ટ કરી રહ્યા છે.

    તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર ગોર્જીયસ એકેટ્રેસ કૈટરિના કૈફ 2 મહિનાની પ્રેગનેન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જણાવી દઈએ કે કેટરિના અને વિકી છ મહિના પહેલા રાજસ્થાનના ફોર્ટ બરવાડામાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના તેમના શાનદાર ફોટો, લોકેશન અને ડ્રેસીસને લઈને કપલ ઘણા લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.

    ETimes સાથેની મુલાકાતમાં, કેટરિના (Katrina)ની ટીમે ફાઈનલી કેટરિના પ્રેગનેન્ટ હોવા અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. કેટરિનાની ટીમે જણાવ્યું હતું કે, જ્યારે અમેન ખબર પડી કે હકીકતમાં આવા કોઈ જ ગુડ ન્યૂઝ નથી. કેટ હાલ પ્રેગનેન્ટ નથી." કેટરિનાની ટીમે ખુલાસો કર્યો હતો કે તે અને વિકી હાલ બાળક એક્સપેક્ટ નથી કરી રહ્યા. હાલ બંને પોતાના કરિયર પર ફોકસ રહી રહ્યા છે. સાથે જ તે બંને તેમના રોમેન્ટિક રિલેશનનો આનંદ લઈ રહ્યાં છે.

    આ પણ વાંચો- Bigg Boss OTT 2: આ 10 ટીવી સ્ટાર્સની કિસ્મત ચમકી, કરન જોહરના શો માટે મળ્યું આમંત્રણ

    જણાવી દઈએ કે કેટરિના હંમેશાથી બાળકોની શોખીન રહી છે અને તેણે લગ્ન કર્યા પછી બાળકો વિશે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કેટરિના અને વિકી હાલમાં યુએસમાં વેકેશન પર છે અને સાથે રોમેન્ટિક સમય વિતાવી રહ્યા છે.








    View this post on Instagram






    A post shared by Katrina Kaif (@katrinakaif)






    જણાવી દઈએ કે હાલમાં જ કેટરીનાએ ન્યૂયોર્કમાં તેની ફેવરિટ રેસ્ટોરન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ મેરી ક્રિસમસ (Merry Christmas)માં ખૂબ વ્યસ્ત છે. સાથે જ તે સલમાન ખાન સાથે ટાઈગર 3 અને ફોન ભૂતમાં વ્યસ્ત છે. જ્યારે વિકીએ સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મનુ રેપ કર્યું છે. તેની પાસે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે ગોવિંદા નામ મેરા, રૌલા, મેઘના ગુલઝારની સેમ માણેકશા બાયોપિક અને આનંદ તિવારીની અનટાઈટલ ફિલ્મમાં વ્યસ્ત છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 1 April rule change, Katrina kaif, Vicky Kaushal

    આગામી સમાચાર