તારક મહેતા... દયાનાં પરત ફરવા પર મેકર્સ અને જેઠાલાલનું રિએક્શન

એક સમયે એવી વાતો હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે આ વાત અફવા સાબિત થઈ.

એક સમયે એવી વાતો હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે આ વાત અફવા સાબિત થઈ.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 11 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ મહિને જ એટલે કે 28 જુલાઇનાં રોજ શોને 11 વર્ષ પૂર્ણ થશે. શોનાં દર્શકો હજુ પણ તેનાંથી દિલથી જોડાયેલાં છે. શોમાં છેલ્લાં દોઢ વર્ષથી દયા ભાભી નથી એટલે કે દિશા વાકાણી જોવા મળી નથી. ત્યારે દર્શકોને આશા છે કે દિશા પરત ફરશે.

  આ પણ વાંચો-મલાઇકા અને અર્જુનના સંબંધ પર પુત્ર અરહાનની આ હતી પ્રતિક્રિયા

  જેઠાલાલ ઇચ્છે દિશા પરત ફરે
  આ વિશે જ્યારે જેઠાલાલનું પાત્ર ભજવનારા દીલિપ જોષીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, દિશા ક્યા છે. હું પણ જાણવા માંગુ છું કે એ ક્યાં છે? આ તો નિર્માતાનો જ નિર્ણય છે એમા હું કઈ કરી ન શકું. હું તો માત્ર કલાકાર છું. મારી પણ ઈચ્છા તો છે કે દિશા શોમાં ફરીથી આવે.

  આ પણ વાંચો-પોતાનાં ન્યૂડ ફોટો અને MMS જાતે જ લિક કરાવે છે આ એક્ટ્રેસ

  મેકર્સ નવી એક્ટ્રેસની શોધમાં
  તો બીજી તરફ મેકર્સ દિશાનાં રિપ્લેસમેન્ટમાં કોઇ જ કચાસ રાખવા માંગતા નથી. આ રોલ માટે પરફેક્ટ પાત્ર તેઓ શોધી રહ્યાં છે. હાલમાં નવાં ચહેરા માટે ઓડિશન ચાલુ છે. જે દયાનાં પાત્રમાં ઢળી જાય અને આ રોલ એકદમ પરફેક્શનથી પ્લે કરે.

  આ પણ વાંચો-મુંબઇ: અમિતાભ બચ્ચનના બંગલા બહાર ભરાયું પાણી

  દિશા શોમાં પરત નહીં ફરે
  એક સમયે એવી વાતો હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે આ વાત અફવા સાબિત થઈ. દિશા વાકાણી શોમાં પરત ફરવાના મૂડમાં નથી. શોના ફેન્સને નિરાશ કરી દે તેવા સમાચાર છે. ફેન્સને દયાભાભી માટે હજુ વધારે રાહ જોવી પડશે. વાત એમ છે કે શોના મેકર્સ જ દયાબેનને લાવવાની ઉતાવળમાં નથી.
  Published by:Margi Pandya
  First published: