સલમાન ખાન પર બની રહી છે ડોક્યુમેન્ટ્રી-સિરીઝ, superstar બનવા સુધીની જર્ની દેખાડાશે

સલમાન ખાનની ફાઈલ તસવીર

બોલિવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) પર ડોક્યુમેન્ટ્રી-સિરીઝ બની રહી છે જેનું નામ છે ‘બિયોન્ડ ધ સ્ટાર સલમાન ખાન’ (Beyond The Star Salman Khan), જેમાં સલમાનના 33 વર્ષના કરિયર અને લાઈફ વિશે જણાવવામાં આવશે.

 • Share this:
  મુંબઈ. બોલિવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) છેલ્લા 33 વર્ષોથી પોતાનું સ્ટારડમ ભોગવી રહ્યો છે. સલમાને ત્રણ દાયકાની લાંબી જર્ની દરમ્યાન ઘણો ઉતાર-ચઢાવ જોયો છે. તેને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નંબર વન હિરો કહેવામાં આવે છે. સલમાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર આવતાની સાથે હિટ થઈ જાય છે. સલમાન ખાનની ફેન ફોલોઈંગ, સ્ટારડમને જોતાં પર તેના એક ડોક્યુમેન્ટ્રી-સિરીઝ બનાવવાની પ્લાનિંગ થઈ રહી છે જેને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. આ સિરીઝ એક્ટરની લાઈફ અને કરિયર પર આધારિત છે. તેની સ્ક્રિપ્ટ પર ઘણાં સમયથી પ્રિ-પ્રોડક્શન કામ ચાલતું હતું અને તે ફ્લોર પર જવા માટે તૈયાર હતી. પણ હવે તેના પર કામ શરુ થઈ ગયું છે.

  બોલિવુડ હંગામાની રિપોર્ટ મુજબ, ડોક્યુમેન્ટ્રી-સિરીઝનું ટૂંક સમયમાં શૂટિંગ શરુ થવાનું છે અને તેનું ટાઈટલ ‘બિયોન્ડ ધ સ્ટાર સલમાન ખાન’ (Beyond The Star Salman Khan) છે. આ સિરીઝ એક મોટા ઓટીટી પ્લેટફોર્મ માટે બની રહી છે.

  સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ એસકેએફ (Salman Khan Films) આ સિરીઝને વિજ ફિલ્મ્સ અને અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ સાથે પ્રોડ્યુસ કરી રહ્યું છે. સિરીઝના એક ક્લેપબોર્ડનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે જેનાથી ખ્યાલ આવે છે કે હાલ સિરીઝના બીજા એપિસોડ ‘સરિતા’નું શૂટિંગ ચાલી રહ્યું છે.

  આ ડોક્યુમેન્ટ્રી-સિરીઝનો ઉદ્દેશ સલમાન ખાનના સ્ટારડમને આગળ વધારવાનો અને તેના બહુ ઓછા જાણીતાં પાસાં ઓડિયન્સ સામે લાવવાનો છે. ‘બિયોન્ડ ધ સ્ટાર સલમાન ખાન’માં સલમાન ખાનની કારકિર્દીથી જોડાયેલી દરેક વ્યક્તિ સામેલ થશે. સલમાનનો પરિવાર, કો-સ્ટાર્સ, ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ પણ જોવા મળશે. આ બધા સલમાન ખાનથી જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા જોવા મળશે.

  સલમાન ખાન હાલ પોપ્યુલર ટીવી શો ‘બિગ બોસ 15’ (Bigg Boss 15) હોસ્ટ કરી રહ્યો છે. સલમાનની છેલ્લી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી જેમાં દિશા પાટની (Disha Patani ) તેની કો-સ્ટાર હતી. આ ફિલ્મને ધાર્યા કરતાં ઓછો પ્રતિસાદ મળ્યો હતો. સલમાન ખાન હાલ કેટરીના કૈફ (Katrina Kaif) સાથે ફિલ્મ ‘ટાઈગર 3’નું શૂટિંગ કરીને પાછો ફર્યો છે.
  Published by:Nirali Dave
  First published: