Home /News /entertainment /સિદ્ધાર્થની ટીમે જાહેર કર્યું સત્ય, શું ખરેખર ડોક્ટર્સે હેવી વર્કઆઉટ ઓછુ કરવા આપી હતી સલાહ
સિદ્ધાર્થની ટીમે જાહેર કર્યું સત્ય, શું ખરેખર ડોક્ટર્સે હેવી વર્કઆઉટ ઓછુ કરવા આપી હતી સલાહ
(Instagram@realsidharthshukla)
RIP Sidharth Shukla: સિદ્ધાર્થ શુક્લાની ટીમનું કહેવું છે કે, એક્ટરનાં નિધ બાદથી ઘણી બધી ખબર ચાલી રહી છે. તેનાં પર વિશ્વાસ ન કરો. એક્ટર સિદ્ધાર્થ શુક્લાનાં નિધન (Sidharth Shukla Death) બાદથી એવી ખબર સામે આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડોક્ટર્સે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Workout)ને હેવી વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરવાની ના પાડવામાં આવી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનો પોપ્યુલર એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Death) આપણી વચ્ચે નથી રહ્યો તેનાં અચાનક નિધનથી તેનો પરિવાર અને મિત્રો અને ફેન્સ આઘાતમાં છે. સૌ કોઇ માનવાં તૈયાર નથી કે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ છે. સિદ્ધાર્થ શુક્લાને 2 સ્પટેમ્બરનાં સવારે હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Heart Attack)થી નિધન થઇ ગયું છે. જે બાદ તેની સાથે જોડાયેલી ખબર ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. એવી જ એક રિપોર્ટ હતી જે કહેવામાં આવ્યું છે કે, સિદ્ધાર્થને તેનાં ડોક્ટરે હેવી વર્કઆઉટ અને એક્સરસાઇઝ ઓછી કરવાંની સલાહ આપી હતી. જોકે, સિદ્ધાર્થની ટીમે આ તમામ વાતોનું ખંડન કર્યું અને તેને નિરાધાર કહી છે. સ્પોટબોયને આપેલાં નિવેદનમાં સિદ્ધાર્થની ટીમે કહ્યું કે, 'હવે તેમનાં વિશે કંઇ પણ લખવામાં આવી રહ્યું છે, કૃપ્યા કોઇપણ આધારહીન રિપોર્ટ પર વિશ્વાસ ન કરો.'
સિદ્ધાર્થ શુક્લાનાં નિધનથી આખી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહર છવાઇ ગઇ છે. આસિમ રિયાઝ, દેવોલીના ભટ્ટાચાર્જી, ગોહર ખાન, હિના ખાન, રાહુલ મહાજન, વિકાસ ગુપ્તા સહિત ટીવી ઇન્ડસ્ટ્રીનએ તેનાં કયા મિત્રો તેનાં નિધનથી ભાવુક થઇ ગયા છે. સિદ્ધાર્થનાં નિધનથી સૌથી વધુ આઘાત તેની મિત્ર શહનાઝ ગિલને લાગ્યું છે. બંને વચ્ચે એક સારી બોન્ડિંગ અને સંબંધ છે. આ દરમિાયન બંને પબ્લિકની સામે અને સ્ક્રીન પર નજર આવે છે. ઘણાં લોકોનું માનવું છે કે તેમનાં સંબંધ મિત્રતાથી ઉપર છે. અને ભલે જાહેરમાં ક્યારે તેઓએ આ વાતનો સ્વીકાર ન કર્યો હોય પણ સિદ્ધાર્થની અંતિમ વિધિઓમાં શહનાઝે ભાગ લઇને આ વાતની પુષ્ટિ કરી દીધી કે, સિદ્ધાર્થ તેનો કેટલો નિકટ હતો.
ફેન્સ સિદ્ધાર્થ અને શહનાઝની જોડીને સિડનાઝ કહીને બોલાવતા હતાં. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબજ પંસદ આવતી હતી. છેલ્લે બંને 'બગ બોસ ઓટીટી' અને 'ડાન્સ દિવાને 3'માં નજર આવી હતી. બંને શોમાં હમેશાં રોમાન્સ અને મસ્તી કરતાં નજર આવ્યાં હતાં. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર