TMKOCનાં 'ડોક્ટર હાથી'એ ખુલાસો કર્યો, રિયલ લાઇફમાં કેટલું ખાય છે!

ડૉ. હંસરાજ હાથી એટલે કે નિર્મલ સોની

નિર્મલ સોની (Niral Soni) એટલે કે તારક મેહતા શો (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં ડોક્ટર હાથી (Doctor Haathi)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- ડોક્ટર હાથીનાં કિરદારથી લોકો મને ઓળખતા થયા છે અને પ્રેમ કરતાં થયા છે. તેથી આ શો મારા માટે લાઇફ ચેન્જિંગ સાબિત થયો છે.'

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો સ્મોલ સ્ક્રિન પર ઘણો ચર્ચિત અને લોકપ્રિય શો છે. આ શોની લોકપ્રિયતા એટલી છે કે, શોનાં દરેક કિરદારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. શોમાં ડોક્ટર હાથી (Doctor Haathi)નું કિરદાર લોકોને પસંદ છે. શોમાં નિર્મલ સોની (Nirmal Soni) ડોક્ટર હંસરાજ હાથીનું કિરદાર અદા કરે છે.

    હાલમાં જ ડોક્ટર હાથી એટલે કે નિર્મલ સોનીએ આજતકને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એક દિવસમાં તેઓ કેટલું ભોજન લે છે. નિર્મલ સોની કહે છે કે, 'હું ખુબ કિસ્મતવાળો છુ કે મને એક વખત ફરી ડોક્ટર હાથીનું કિરદાર અદા કરવાની તક મળી છે.'

    તેમણે જણાવ્યું કે, ગત 20 વર્ષથી સિનેમા જગત સાથે જોડાયેલું છે. પણ મને આટલી પ્રસિદ્ધિ નહોતી મળી જેટલી ડોક્ટર હાથીનાં કિરદારથી મળી છે.

    આ પણ વાંચો-PHOTOS: પંકજ ત્રિપાઠી પહોચ્યા તેમનાં ગામડે, જોવા મળ્યો 'કાલીન ભૈયા'નો ઠેઠ ગ્રામીણ અંદાજ

    નિર્મલ સોની કહે છે કે, ડોક્ટર હાથીનું કિરદારથી લોકો મને ઓળખે છે. અને પ્રેમ કરે છે. તેથી આ શો મારા માટે લાઇફ ચેન્જિંગ સાબિત થયો છે.








    View this post on Instagram






    A post shared by Nirmal Soni (@nirmalsoni1)






    રિયલ લાઇફમાં પોતાનાં ડાયટ વિશે વાત કરતાં નિર્મલ સોનીએ કહ્યું કે, 'શોમાં મારું જે પ્રકારે ખાન પાન બતાવવામાં આવ્યું છે અસલ જીવનમાં એવું નથી. શોમાં બતાવવામાં આવે છે કે હું ખુબ ખાઉ છુ અને આખી પ્લેટ સાફ કરી દઉ છું. જ્યારે રિઅલ લાઇફમાં એવું નથી. મને અલગ અલગ પ્રકારની નવી નવી વસ્તુઓ ખાવી ગમે છે. પણ તે તમામ વસ્તુઓ હું લિમિટમાં ખાઉ છું. નિર્મલે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જે લોકો જાડા હોય છે તે પોતાને અન્યથી હીન સમજે છે. તેમણે પોતાને પ્રેમ કરવો જોઇએ. ત્યારે જ બીજા તેમને પ્રેમ કરશે. તેમણે કહ્યું કે, તેમને કોઇ સમસ્યા નથી કે તે જાડા છે. નિર્મલે કહ્યું કે, તે તેમનાં જીવનમાં ખુબ ખુશ છે. '








    View this post on Instagram






    A post shared by Nirmal Soni (@nirmalsoni1)






    આપને જણાવી દઇએ કે, 2008માં જ્યારે શો શરૂ થયો ત્યારે તે જ ડોક્ટર હાથીનાં કિરદારમાં હતાં. બાદમાં આ કેરેક્ટર કવિ કુમાર આઝાદે અદા કર્યું જે બાદ તેમનું વર્ષ 2018માં હાર્ટ એટેકથી નિધન થઇ ગયું બાદમાં આ રોલ ફરીથી તેઓ અદા કરી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: