Home /News /entertainment /

દીપિકા પાદુકોણના મમ્મી-પપ્પા અને બહેન વિશે કેટલું જાણો છો તમે?

દીપિકા પાદુકોણના મમ્મી-પપ્પા અને બહેન વિશે કેટલું જાણો છો તમે?

દીપિકા પાદુકોણ ફેમિલી (ફાઈલ ફોટો)

1972માં પ્રકાશ પાદુકોણને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

  બોલિવુડના બાજીરાવ-મસ્તાની એટલે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફાઈનલી એક-બીજાના થઈ ચુક્યા છે. બંનેએ ઈટલીના કોમો લેકમાં પારંપરિક કોંકણી રીત-રિવાજથી એક-બીજા સાથે લગ્ન કર્યા. બતાવવામાં આવી રહ્યું છે કે, બુધવારે બંને ધી રીત-રિવાજથી ફરી એક-બીજા સાથે લગ્ન કરશે. લેક કોમોમાં લગ્નના વેન્યૂને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે.

  જોકે, દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને પણ મોટાભાગના લોકો જાણે છે, અને તેમને એવા લોકોમાં પણ ગણવામાં આવે છે, જેમણે પોતાની લાઈફ અને કરિયરમાં ગજબનું સંતુલન બનાવી દેખાડ્યું છે. તેમની દીકરી દીપિકા પાદુકોણ આજે એક ઈન્ટરનેશનલ ફિલ્મ સ્ટાર છે, અને નાની દીકરીનું નામ છે અનીષા, જે એક સફળ ગોલ્ફર છે. જાહેર છે કે આમાં તેમની પત્ની ઉજાલાનો રોલ પણ ખુબ મહત્વનો છે.

  આ એજ પ્રકાશ પાદુકોણ છે, જેમણે ભારતમાં બેડમિન્ટનની લોકપ્રિયતામાં ગજબનો ભાગ ભજવ્યો છે. છેલ્લા 50 વર્ષમાં એક ફાસ્ટ બેડમિન્ટન ખેલાડી સિવાય તેમણે એક કોચ, એક સારા પિતાની જવાબદારી નિભાવી છે. કર્ણાટકના એક નાના ગામડા જેવી જગ્યા કુંદાપુરથી નીકળીને વિશ્વ બેડમિન્ટન રેંકિંગમાં નંબર 1 બનનાર આ છોકરો. 10 જૂન, 1955માં જન્મ્યો અને માત્ર 25 વર્ષની ઉંમરે દુનિયાનો સૌથી મહાન બેડમિન્ટન ખેલાડીઓમાં ગણાવા લાગ્યો. પ્રકાશ પાદુકોણ જ પહેલા ભારતીય હતા, જેમણે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ જીતી હતી.

  આજે આપણો દેશ જે બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં મેડલ લાવવા લાગ્યો છે તો તેની શરૂઆત પ્રકાશ પાદુકોણે જ કરી હતી. જેને કારણે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

  પ્રકાશ પાદુકોણના પિતા રમેશ પાદુકોણ પણ એક બેડમિન્ટન ખેલાડી હતા. એવામાં બાળપણથી જ તેમને આ રમતની સમજ હતી, અને એમાં કોઈ શંકા નથી કે બેડમિન્ટન સિખવવામાં તેમના પિતાની મોટી ભૂમિકા રહી છે.

  1964માં પ્રાકશ પાદુકોણે બેડમિન્ટનમાં સ્ટેટ જૂનિયરનો ખિતાબ જીત્યો હતો. પ્રકાશ પાદુકોણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના પિતા મૈસુર બેડમિન્ટન એસોસિએશનના અધ્યક્ષ હતા, અને તેમને એક મોટા ખેલાડીએ આ ચેમ્પિયનશીપમાં હરાવ્યા હતા પરંતુ જ્યારે તે હાર્યા બાદ રોવા લાગ્યા તો તેમને બેસ્ટ લૂઝરની ટ્રોફી આપવામાં આવી.

  ત્યારબાદ પરિવાર બેંગ્લોર જતો રહ્યો, જ્યાં તેમને બેડમિન્ટન માટે સારી સુવિધાઓ મળી અને તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભાગ લેવા લાગ્યા.

  1972 સુધી તેમની પાસે નેશનલ લેવલ જૂનિયર અને સિનીયર બંનેનો ખિતાબ હતો. ત્યારબાદ પ્રકાશ પાદુકોણે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો. ત્યારબાદ તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જીત મેળવી, તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને બેડમિન્ટન રિંગમાં ઉભુ કર્યું.

  1980માં પ્રકાશ પાદુકોણે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ જીતી અને વિશ્વ રેકિંગમાં નંબર 1 બન્યા. ખુદ પ્રકાશ પાદુકોણે પણ પોતાની જિંદગીની સૌથી યાદગાર જીત માને છે.

  1972માં પ્રકાશ પાદુકોણને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા અને 1982માં તેમને પદ્મશ્રી મળ્યો હતો. 1991માં આ મહાન ખેલાડીએ ચિટાયરમેન્ટ લઈ લીધુ, પરંતુ ત્યાં સુધીમાં આ ખેલાડી ચીની અને ઈન્ડોનેશિયાઈ ખેલાડીઓના પ્રભુત્વવાળી આ રમતમાં ભારતનો ઝંડો લહેરાવી ચુક્યો હતો.

  હવે પ્રકાશ પાદુકોણ કોચ છે, અને તેમણે નવા બેડમિન્ટન વિજેતા દેશને આપ્યા છે. જેમાં પુલેલા ગોપિચંદ, અપર્ણા પોપટ, અનૂપ શ્રીધર, અરવિંદ ભટ, તૃપ્તિ મુરગુંડે, આદિતી મુતાતકર, સયાલી ગોખલે અને અશ્વિની પોનપ્પા વગેરેને તેમણે જ તૈયાર કર્યા છે.

  પ્રકાશ પાદુકોણનું કરિયર આજે એક બેડમિન્ટન ખેલાડી અને કોચ તરીકે 50 વર્ષથી વધારેનું થઈ ચુક્યું છે, અને તે પોતાના કરિયરને ખુબ સંતોષપૂર્ણ માને છે.

  દીપીકાની નાની બહેન છે અનીષા પાદુકોણ, જે લાઈમટાઈમથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. દીપવીરના લગ્ન બાદ તે રણવીરની સાળી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, દીપિકા જ્યાં ગ્લેમરસ છે, ત્યારે બહેન અનીષા એકદમ તેનાથી ઉલટી છે. ગોલ્ફ અનીષાની પસંદગીની રમત છે, અને તે કેટલીએ વખત ઈન્ટરનેશનલ લેવલ પર ભારતને રિપ્રેજન્ટ કરી ચુકી છે. અનીષાએ માત્ર 12 વર્ષની ઉંમરથી ગોલ્ફ રમવાનું શરૂ કરી દીધુ હતું. તે ગોલ્ફ સિવાય ક્રિકેટ, હોકી, ટેનિસ અને બેડમિન્ટન પણ રમી ચુકી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: About, Deepika Padukone, Going, Interesting Facts, Marry, બોલીવુડ

  આગામી સમાચાર