Home /News /entertainment /

શું તમે સારા અલી ખાનની આ ટેલેન્ટ વિશે જાણો છો? અબ્બા સૈફ અલી ખાનની આ ફિલ્મની છે દિવાની

શું તમે સારા અલી ખાનની આ ટેલેન્ટ વિશે જાણો છો? અબ્બા સૈફ અલી ખાનની આ ફિલ્મની છે દિવાની

સારા અલી ખાન સિક્રેટ ટેલેન્ટ

સારા અલી ખાન (Sara Ali Khan) ને તમે ઘણીવાર જિમની બહાર જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે તે ખૂબ જ ખાવાની શોખિન છે અને અમુક વસ્તુઓ જોઈ તો પોતાને રોકી શકતી જ નથી

    સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની બબલી અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મના સેટ પર તેના સહ-અભિનેતાઓ સાથે કે મિત્રો સાથે વિતાવેલી સુંદર ક્ષણો હોય, સારા મસ્તી કરવાથી પોતાની જાતને રોકી શકતી નથી. સેટ પર ઘણીવાર મસ્તી કરતી સારાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ફેન્સને તેની સિક્રેટ ટેલેન્ટ વિશે જણાવ્યું છે (Sara Ali Khan reveals her secret talent). આ વીડિયોમાં તે ઘણા સવાલોના જવાબ આપતી જોવા મળી રહી છે.

    સારા અલી ખાનને તમે ઘણીવાર જિમની બહાર જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે તે ખૂબ જ ખાવાની શોખિન છે અને અમુક વસ્તુઓ જોઈ તો પોતાને રોકી શકતી જ નથી. આ વીડિયોમાં તેણે એ પણ જણાવ્યું કે, અબ્બાની કઈ ફિલ્મ તેને સૌથી વધુ પસંદ છે.

    સારાનુ સિક્રેટ ટેલેન્ટ

    સારાએ જે વીડિયો શેર કર્યો છે તે ફોટોશૂટના 'બિહાઇન્ડ ધ સીન્સ'નો છે. આ વીડિયોમાં તેને સૌથી પહેલા તેની સિક્રેટ ટેલેન્ટ પૂછવામાં આવી હતી. જવાબમાં તેણે કહ્યું કે, તે ખૂબ જ સારું સિંગિંગ કરે છે. જ્યારે તેને ગીતની બે લીટીઓ ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ગીત ગાયું, 'ગુનગુના રહે હૈ ભુનરે ખિલ રહી હૈ કલી-કલી'.

    અબ્બાની પ્રિય ફિલ્મ

    વીડિયોમાં સારાને આગળનો સવાલ પૂછવામાં આવ્યો છે કે, તમને તમારા પિતાની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે? તેના જવાબમાં અભિનેત્રી પહેલા 'ઓમકારા' કહે છે અને પછી 'હમ તુમ' કહે છે.




    આ વસ્તુ જોઈને કંટ્રોલ કરી શકતો નથી

    સારાએ ઘણી વખત કહ્યું છે કે તે ખાવા-પીવાની શોખીન છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે તે પિઝા, છોલે ભટુરે અને બેસનના લાડુ ખાવાની ક્યારેય ના પાડી શકે નહીં. વીડિયોની સાથે સારાએ કેપ્શનમાં લખ્યું- 'ખાના યા ગાના? મારૂ અસલી ટેલેન્ટ શું છે? કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મત મોકલો.'

    આ પણ વાંચોDasvi Movie Review: દમદાર સ્ટોરી અને રાજકારણના હળવા વ્યંગ સાથે ફિલ્મ ‘દસવી’ સમજાવશે શિક્ષણનું મહત્વ

    સારા અલી ખાનનું વર્કફ્રન્ટ

    વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે 'અતરંગી રે'માં જોવા મળી હતી, જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેણે 'રિંકુ'નું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેને ઘણી પ્રશંસા પણ મળી હતી. સારાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, સારાની આગામી ફિલ્મ લક્ષ્મણ ઉત્રેકર દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં સારા સાથે વિકી કૌશલ જોવા મળશે. આ સિવાય તે વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ સાથે 'ગેસલાઈટ'માં જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Sara ali khan, Sara ali Khan News Movie

    આગામી સમાચાર