Home /News /entertainment /'સેલ્ફ પ્રેગ્નેન્ટ...' વિશે એક્ટ્રેસે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

'સેલ્ફ પ્રેગ્નેન્ટ...' વિશે એક્ટ્રેસે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

ફોટોઃ @itskanishkasoni

પોતાની સાથે જ લગ્ન કરનારી ટીવી એક્ટ્રેસની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચાનો વિષય બની છે. હાલ તેણીએ એક પોસ્ટ દ્વારા આ ખબર વિશે સ્પષ્ટતા કરી છે.

    મુંબઈઃ સ્ટાર પ્લસની સીરિયલ 'દિયા ઔર બાતી હમ'ની એક્ટ્રેસ કનિષ્કા સોની છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. એક્ટ્રેસ પહેલા પોતાની જ સાથે લગ્ન કરવાની ખબરને લઈને ચર્ચાનો વિષય બની હતી અને પ્રેગનેન્સીને લઈને. કનિષ્કા સોની હવે એક્ટિંગની દુનિયાને છોડીને ન્યૂયોર્ક જઈને વસી ગઈ છે. હાલમાં જ તેણીએ અમુક તસવીરો અપલોડ કરી હતી, જેમાં તેણીની બૈલી પર ફેટ દેખાતું હતું. જેને જોઈને નેટિઝન્સે એવો દાવો કર્યો કે કનિષ્કા સોની પ્રેગ્નેન્ટ છે.

    કનિષ્કા સોનીએ પ્રેગ્નેન્સી પર શું કહ્યુ?


    કનિષ્કા સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નેન્સી વિશે સ્પષ્ટતા કરી છે. એક્ટ્રેસે જણાવ્યું કે જણાવ્યુ કે, તે સેલ્ફ મેરિડ છે, સેલ્ફ પ્રેગ્નેન્ટ નથી... આ ફક્ત યુએસના સ્વાદિષ્ટ પિત્ઝા અને બર્ગર છે જેણે મારા વજનને થોડું વધી ગયું છે. પરંતુ મને પસંદ છે. કનિષ્કાની લેટેસ્ટ તસવીરોને જોઈને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, તે ન્યૂયોર્કમાં જલસા કરી રહી છે. અને ખૂબ જ એન્જોય પણ કરી રહી છે.



    આ પણ વાંચોઃ રાખી સાવંતની સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ, પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક્ટ્રેસનો અશ્લિલ વીડિયો બતાવવનો આરોપ

    બે મહિના પહેલા કર્યા હતા લગ્ન


    જણાવી દઈએ કે, 'દિયા ઔર બાતી' ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોનીએ બે મહિના પહેલા પોતાની સાથે લગ્ન કર્યા હતાં. તેણીએ પોતાના લગ્નની તસવીરો શેર કરીને લોકોને આ વિશે જાણકારી આપી હતી. કનિષ્કાએ ફોટો શેર કરીને કહ્યુ હતું, મેં મારી જ સાથે લગ્ન કર્યા છે. મે મારા તમામ સપના પૂરા કર્યા છે...તમામ સવાલોનો જવાબ એ છે કે, મારે પુરુષની જરુર નથી. જણાવી દઈએ કે, કનિષ્કા સોની આવુ કરનારી પહેલી નહીં પણ બીજી ભારતીય છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainemt News, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन