Movie Release on Diwali: દિવાળી પર આ સેલેબ્સની બલ્લેબલ્લે, આ ફિલ્મો કરાવશે ભરપૂર કમાણી

લોકડાઉનમાં રાહત મળ્યા બાદ પહેલી વાર થિયેટર 100 ટકાની ક્ષમતા સાથે ખૂલ્યા છે

લોકડાઉનમાં રાહત મળ્યા બાદ પહેલી વાર થિયેટર 100 ટકાની ક્ષમતા સાથે ખૂલ્યા છે

  • Share this:
    મુંબઈ : દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવાળીએ ફીલ્મોના કારણે કયા બોલિવુડ સેલેબ્સ પર પૈસાનો વરસાદ થશે? અહીંયા તે તમામ બોલીવુડ સેલેબ્સ વિશેની જાણકારી આપવામાં આવી છે. કયા બોલીવુડ સેલેબ્સ પર પૈસાનો વરસાદ થશે, તે લિસ્ટમાં સૌથી પહેલું નામ અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીનું આવે છે. ફિલ્મ 'સૂર્યવંશી' આ અઠવાડિયામાં રિલીઝ થશે. લોકડાઉનમાં રાહત મળ્યા બાદ પહેલી વાર થિયેટર 100 ટકાની ક્ષમતા સાથે ખૂલ્યા છે. આ પરિસ્થિતિમાં સૂર્યવંશીના મેકર્સને કરોડોનો ફાયદો થઈ શકે છે.

    સૂર્યવંશીને થશે ફાયદો

    ટ્રેડ એનાલિસ્ટોએ પહેલેથી અનુમાન લગાવ્યું છે કે, ફિલ્મ 'સૂર્યવંશી' ઓપનિંગ ડેના રોજ રૂ.15-17 કરોડ સુધીની કમાણી કરી શકે છે. ફિલ્મના કુલ કલેક્શનનો અંદાજ પણ રૂ.350 કરોડ સુધીનો છે.

    'અન્નાત્થે' દિવાળીના દિવસે રિલીઝ

    રજનીકાંત, નયનતારા અને કીર્તિ સુરેશ સ્ટારર ફિલ્મ 'અન્નાત્થે' દિવાળીના દિવસે રિલીઝ થઈ છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ થશે. જેની અસર અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' પર થશે. આપણે બધા જાણીએ છીએ કે, દેશભરમાં રજનીકાંતના અનેક ફેન્સ છે અને તેઓ રજનીકાંતની ફિલ્મોના દીવાના છે. રજનીકાંતની ફિલ્મ 'અન્નાત્થે' ને સાઉથમાં સારો રિસ્પોન્સ મળશે. આ ફિલ્મ ઉત્તર ભારતમાં પણ કમાણી કરી શકે છે. આ ફિલ્મ ખૂબ જ સારુ કલેક્શન કરી શકે છે.

    અન્ય કઇ કઇ ફિલ્મો પર રહેશે નજર

    દુનિયાના સૌથી પોપ્યુલર માર્વેલ યુનિવર્સની ‘એટર્નલ’ 5 નવેમ્બર, 2021 ના ​​રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. માર્વેલે આ ફિલ્મથી નવા સુપરહીરોને ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. આ ફિલ્મ દેશમાં પ્રાદેશિક ભાષામાં પણ રિલીઝ થશે. જેના કારણે, ફિલ્મ 'સૂર્યવંશી', 'અન્નાત્થે' અને અન્ય ફિલ્મોની આવક પર અસર થશે. ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ માર્વેલ સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. જેમાં જેમ્મા ચાન, રિચર્ડ મેડન, કુમેલ નાનજિયાની, લિયા મેકહુગ, બ્રાયન ટાયરી હેનરી, લોરેન રિડલોફ, બેરી કેઓઘન, ડોન લી, હરીશ પટેલ, કિટ હરિંગટન, સલમા હાયક અને એન્જેલિના જોલીએ કામ કર્યું છે.

    આ પણ વાંચો -Annaatthe Movie: મેગાસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ ક્યાં જોઈ શકાશે? અહીં જાણો શું છે આ ફિલ્મમાં

    સાઉથના સુપરસ્ટાર વિશાલની ફિલ્મ ‘એનેમી’ પણ દિવાળીના અવસર પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સુપરસ્ટાર વિશાલ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. તેમની ફિલ્મ ખૂબ જ સારી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published: