Diwali 2021: જાણો કયા સ્ટાર Kids પહેલી દિવાળી ઊજવશે

સ્ટાર કિડ્સ પહેલી દિવાળી ઊજવશે

આજે દિવાળીનો પાવન પર્વ છે. સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથી દિવાળીની ઊજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડ સ્ટાર પણ દિવાળીની ઊજવણી કરી રહ્યા છે

  • Share this:
    આજે દિવાળીનો પાવન પર્વ છે. સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથી દિવાળીની ઊજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડ સ્ટાર પણ દિવાળીની ઊજવણી કરી રહ્યા છે. ત્યારે બોલીવુડના અનેક સ્ટાર્સના બાળકો પોતાની પહેલી દિવાળીની ઊજવણી કરશે. જે વિશેની અહીં જાણકારી આપવામાં આવી છે.

    કરીના કપૂર ખાન

    જહાંગીર અલી ખાન કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નાનો દીકરો છે. આ જહાંગીર ખાનની પહેલી દિવાળી છે. તેમનો મોટો દીકરૌ તૈમૂર ચાર વર્ષનો છે. અનેક વાર તેઓ એકસાથે જોવા મળે છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને નક્કી કર્યું છે કે, તેઓ જહાંગીરનો એક પણ ફોટો સોશિયલ મીડિયા પર શેર નહીં કરે. તેમણે અત્યાર સુધી 9 મહીનાના જહાંગીરનો ફોટો શેર કર્યો નથી.




    અનુષ્કા શર્મા

    બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પુત્રી વામિકાની પણ પહેલી દિવાળી છે. વામિકાનો જન્મ 11 જાન્યુઆરીના રોજ થયો હતો, અત્યાર સુધી માત્ર તેનો ચહેરો ન દેખાતો હોય તેવા ફોટોઝ શેર કરવામાં આવ્યા છે. વામિકાને પરીની જેમ તૈયાર કરીને તેમણે હેલોવીનની ઊજવણી કરી હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા.




    નેહા ધૂપિયા

    બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીના બીજા દીકરાની આ પહેલી દિવાળી છે. 3 ઓક્ટોબર 2021ના રોજ નેહા ધૂપિયા બીજી વાર માતા બની હતી. નેહા ધૂપિયા અને અંગદને 2 વર્ષની પુત્રી મેહર છે.








    View this post on Instagram






    A post shared by Neha Dhupia (@nehadhupia)






    દિયા મિર્ઝા

    દિયા મિર્ઝાએ મે 2021માં અવ્યાન આઝાદ રેખીને જન્મ આપ્યો હતો. અવ્યાનની આ પહેલી દિવાળી છે. દિયા મિર્ઝાએ વૈભવ રાખી લગ્ન કર્યા છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયરોનમેન્ટ પ્રોગ્રામ ગુડવિલ એમ્બેસેડર અને રેખી આ વર્ષની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

    આ પણ વાંચો - નેપાળમાં ભીખ માંગતી હતી રાજસ્થાની છોકરી, ખડખડાટ અંગ્રેજી સાંભળી ચોંકી ગયા અનુપમ ખેર, કર્યો એક વાયદો

    શાહીર શેખ

    ટેલિવિઝન અભિનેતા શહીર શેખ અને પત્ની રૂચિકા કપૂરની દિકરી અનાયાની પહેલી દિવાળી છે. 10 સપ્ટેમ્બરના રોજ રૂચિકા કપૂરનો જન્મ થયો હતો. શહીરે ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ રૂચિકા સાથે લગ્ન કર્યા હતા.
    First published: