ધનતેરસ પર માત્ર સોનામાં જ નહીં અહીં પણ કરો રોકાણ

News18 Gujarati
Updated: October 22, 2019, 9:39 AM IST
ધનતેરસ પર માત્ર સોનામાં જ નહીં અહીં પણ કરો રોકાણ
આ ધનતેરસ પર માત્ર સોનામાં જ રોકાણ ન કરો.

વિદ્યા બાલને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે "ભારતની દરેક 2 મહિલાઓમાં એક એનિમિયાનો ભોગ બને છે.

  • Share this:
બોલિવૂડ ઍક્ટ્રેસ વિદ્યા બાલને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા મહિલાઓમાં આયર્નની ઉણપનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે લખ્યું કે તે પોતે વર્ષોથી એનિમિયાનો શિકાર થઇ હતી. વિદ્યાએ ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લખ્યું- "ભારતની દર 2 મહિલાઓમાંથી એક એનિમિયાનો ભોગ બને છે." હું પણ ઘણા વર્ષોથી તે આ મહિલાઓમાંની એક છું. મારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા પૂરતી હોવાથી મજબુત અને સ્વસ્થ અનુભવું છું. મારું પ્રિય આયર્ન હેલ્ધી ખજૂર (સુકી ખારેક) છે -મારુ કહેવું છે કે આ ધનતેરસ પર માત્ર સોનામાં જ રોકાણ ન કરો, પરંતુ આયર્નમાં પણ રોકાણ કરો. '

આયર્નની ઉણપના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે. થાક, ચક્કર અને આળસુ એ તેના લક્ષણો છે. આ સિવાય સમયસર સારવારના અભાવને લીધે ઑટોઇમ્યૂન ડિસઑર્ડસ પણ થઈ શકે છે. વિદ્યા બાલને આયર્નની ઉણપને દૂર કરવા માટે ખજૂરના ઉપયોગનું ઉદાહરણ આપ્યું છે. ખજૂર આયર્નની ઉણપનો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે. ખજૂરમાં કુદરતી ખાંડ, ફાઈબર, ખનીજ તેમજ આયર્ન સામેલ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરરોજ 2 ખજૂર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા સંતુલિત થાય છે.

આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR

 

 
 

 

 


View this post on Instagram


 

 

 

1 out of 2 women suffer from Anemia In India....and i myself have been THAT ONE OUT OF TWO WOMEN for years...and i can’t emphasize enough how much stronger and healthier i feel with the optimal HB in my body...Feels like gold .My favourite #IronRichfood is dates...what yours !? This Dhanteras…let’s not just invest in gold but also invest in our iron.� #InvestInIron Eat healthy Iron Rich food. Get tested. Stay alert and healthy! #ProjectStreedhan #ironistherealdhan


A post shared by Vidya Balan (@balanvidya) on


ચાહકોએ વિદ્યા બાલનની ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટને પસંદ કરી અને તેમની કહાનીઓ પણ શેર કરી. એક મહિલાએ લખ્યું કે કે ઘણી વખત મહિલાઓને ખબર હોતી નથી કે તેઓ કેમ નબળી કેમ બની જાય છે. તેથી જાગૃતિ ફેલાવવાની જરૂર છે.


બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લખ્યું કે, "ભારતની દરેક 2 મહિલાઓમાંથી એક એનિમિયાથી પીડાઇ છે." હું પણ આ મહિલામાંની એક છું.
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading