Diwali 2019 : દિવાળીમાં આ 4 વસ્તુ સફાઇ કરો, સસ્તામાં ચમકી જશે ઘર

Diwali 2019 : દિવાળીમાં આ 4 વસ્તુ સફાઇ કરો, સસ્તામાં ચમકી જશે ઘર
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    દિવાળી (Diwali 2019) પહેલા લોકોની સૌથી મોટી ચિંતા ઘરની સફાઇને લઇને હોય છે. અને તેમાં પણ ઓછા સમયે જલ્દી સફાઇ કેમ કરવી તે વાત દરેક ગૃહિણીના મનમાં હોય છે. ત્યારે જ આજે અમે તમને સફાઇને લઇને કેટલીક તેવી ટિપ્સ કહીશું જેનાથી તમારું ઘર સસ્તામાં ચમકી જશે. આમ પણ આ મોંધવારીના સમયમાં ખોટા ખર્ચા ટાળવાનો પ્રયાસ દરેક ગૃહિણી કરે જ છે. અને જો તમે વર્કિંગ મહિલા હોવ તો પણ આ ટિપ્સ તમારી સફાઇનું કામ આછું કરી દેશે. કેટલીક વાર આપણા ઘરમાં જ અનેક કામની વસ્તુઓ પડી હોય છે પણ આપણે જાણકારી ઓછી હોવાના કારણે તેનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે આજે આ યુનિક ટિપ્સ તમારી દિવાળી (Diwali)ની સફાઇ (House cleaning) સરળ કરી તમારા ઘરને ચોખ્ખાઇથી ચમચમતું કરી દેશે.

    કાર વેક્સનો ઉપયોગ - ગૈસ ઓવન ચમકાવવા માટે અને તેની સંપૂર્ણ સફાઇ માટે કાર વૈક્સનો ઉપયોગ તમે કરી શકો છો. આનાથી ગેસ પર જૂના જે ડાઘ હશે તે દૂર થશે. આ માટે વેક્સની એક પરત ગેસ પર લગાવો અને એક કાપડથી તેને સાફ કરી દો. ગેસ એકદમ નવા જેવો થઇ જશે. પણ કાચના ગેસને આનાથી સાફના કરતા. તેનાથી સ્ક્રેચ પડવાની સંભાવના રહેલી છે.



    મેયોનીજનો ઉપયોગ - જો કોઇ વાસણ પર કે બોટલ પર કિંમતનું લેબલ લાગેલું છે. તો તેને મેયોનીઝથી સાફ કરો. આનાથી દાગ બિલકુલ સાફ થઇ જશે. બોટલના ડાધ પણ સાફ કરવા માટે તમે મેયોનીઝનો ઉપયોગ કરી શકો છો. ક્યાંય પણ ગુંદર જેવી ચીકાશ હોય ત્યાં મેયોનીઝ લગાવી તેને સાફ કરો અને પછી પાણી કે કાપડથી સાફ કરી લો. નવા જેવું ચમકશે.

    વિનેગર અને બેકિંગ સોડાનો સફાઇ લાંબા સમયથી ઘરની સફાઇ કામોમાં થતો આવે છે. વાસણના ડાધ તેનાથી સરસ રીતે દૂર થઇ જાય છે. આ માટે વાસણમાં વિનેગર નાખી તેમાં પાણી નાંખી તેને થોડીવાર ગેસ પર ઉકાળો. પણ ગેસ બંધ કરી વાસણ ઠંડુ થાય ત્યારે બેકિંગ સોડા સાથે સ્ક્રબથી સાફ કરો વાસણ ચમકી જશે.

    એલ્યુમીનિયમ ફોઇલથી તમે ચાંદી, પિત્તળ અને કોપરના વાસણ ચમકાવી શકો છો. આ ફોઇલમાં થોડું બેકિંગ સોડા મેળનો અને પછી તેનાથી આ વાસણોને સાફ કરો. આ વાસણો પહેલાની જેમ ચમકી જશે.
    Published by:News18 Gujarati
    First published:October 22, 2019, 17:15 pm

    ટૉપ ન્યૂઝ