બોલિવૂડ સિતારાઓએ આવી રીતે આપી દિવાળીની શુભકામના

અમિતાભ બચ્ચનથી લઇને પ્રિયંકા ચોપરા સુધી તમામ સિતારાઓએ ટ્વિટર પર દિવાળીની શુભકામના પાઠવી છે.

અમિતાભ બચ્ચનથી લઇને પ્રિયંકા ચોપરા સુધી તમામ સિતારાઓએ ટ્વિટર પર દિવાળીની શુભકામના પાઠવી છે.

  • Share this:
બોલિવૂડ સુપરસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા દ્વારા દિવાળીના ખૂબ જ ખાસ અંદાજમાં તેના ચાહકોને અભિનંદન આપ્યા છે. તેણે ટ્વિટર પર પત્ની જયા બચ્ચન અને પુત્રી શ્વેતાની થ્રોબેક તસવીર શેર કરી અને ચાહકોને દિવાળીની શુભકામના આપી. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું- દીપાવલીની અનેક શુભેચ્છાઓ; સુખ શાંતિ સમૃદ્ધિ, કાયમ. અમિતાભ બચ્ચનના આ ટ્વિટનો સોશિયલ મીડિયા યૂઝર્સ જવાબ આપી રહ્યા છે.

દિવાળી પર અમિતાભ બચ્ચને તેમના ઘરે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું છે. અમિતાભ બચ્ચન બોલિવૂડના સિતારાઓ સાથે મળીને પાર્ટી કરવાના છે. અંગ્રેજી વેબસાઇટ મુંબઈ મિરરના સમાચારો અનુસાર અમિતાભ બચ્ચને ગયા અઠવાડિયે દિવાળી પાર્ટી માટે બોલિવૂડ સ્ટાર્સને આમંત્રિત કર્યા હતા. જેમાં શાહરૂખ-ગૌરી ખાન, અજય દેવગન, કાજોલ, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, કરણ જોહર, આનંદ પંડિત શામેલ છે.આ ઉપરાંત અક્ષય કુમારે પણ ટ્વિટર પર ચાહકોને શુભકામના આપતા લખ્યું કે, 'હું ટીમ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છું. આ વર્ષનો સૌથી ખુશ સમય છે. જ્યારે દરેકના કપડાં ચમકીલા હોય છે અને તેમના ચહેરા પરની સ્મિત તેજસ્વી હોય. આપ સૌને સલામત અને દિવાળીની શુભકામના.અભિનેતા અર્જુન કપૂરે પણ તેના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર આ પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- 'રોશનીથી ભરેલા આ ચમકતા ઉત્સવના ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ દિવાળી તમારી આવતીકાલ વધુ સારી રીતે લાવે. હેપી દિવાળી '.નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે ટ્વિટર પર લખ્યું- 'તમે બધાને, તમારા પરિવારોને અને પ્રિયજનોને દિવાળીની શુભકામના. ખૂબ જ પ્રેમ અને પ્રકાશ… વધું પોઝિટિવિટી અને સારુ સ્વાસ્થ્ય ”. આ પોસ્ટની સાથે કરણે દિવાનો ફોટો પણ શેર કર્યો છે. ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ દ્વારા બોલિવૂડ સ્ટાર્સની શુભેચ્છાઓ આપવાની પ્રક્રિયા ચાલુ છે.આ સાથે જ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર દિવાળીના ખૂબ જ ખાસ રીતે અભિનંદન આપ્યા છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ નિક જોનસની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકાએ સાડી પહેરી છે. આ તસવીર શેર કરતા પ્રિયંકા ચોપરાએ કેપ્શન દ્વારા તમામ ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી છે.

અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને દિવાળી પર અભિનંદન પાઠવ્યા. તેણે સ્વાનને લગતો એક ખાસ વીડિયો શેર કરી અને તેના ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી.
Published by:Bhoomi Koyani
First published: