Home /News /entertainment /દિવ્યાંકા ત્રિપાઠીને ભૂકંપના ઝાટકાથી આવી મજા, એક્ટ્રેસનો વીડિયો જોઈ લોકોએ કરી ટ્રોલ
દિવ્યાંકા ત્રિપાઠીને ભૂકંપના ઝાટકાથી આવી મજા, એક્ટ્રેસનો વીડિયો જોઈ લોકોએ કરી ટ્રોલ
ફોટોઃ @divyankatripathidahiya
દિવ્યાંકા ત્રિપાઠીએ એક વીડિયો શેપ કર્યો છે જેમાં તેણી ભૂકંપને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહી છે પરંતુ તેણીના રિએક્શનથી હાલ લોકો ખૂબ જ નારાજ થઈ રહ્યા છે.
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી પોતાના પેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માચે અવાર-નવાર શાનદાર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં તેણી ઈન્સ્ટા લાઈવને લઈને ટ્રોલ થઈ રહી છે. આ વીડિયો તેણીએ ભૂકંપના ઝાટકા અનુભવ કર્યા બાદ શેર કર્યો હતો. એક્ટ્રેસે ભૂકંપ દરમિયાન એવું રિએક્શન આપ્યું જેના કારણે લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. જોકે, ઘણાં લોકો એક્ટ્રેસને સપોર્ટ પણ કરી રહ્યા છે.
હકીકતમાં, મંગળવારે ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે અમુક સેકન્ડ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ઘણા લોકો પોતાના ઘર અને બિલ્ડિંગ્સની બહાર નીકળી ગયા હતાં. તે દરમિયાન દિવ્યાંકાએ આ વીડિયો શેર કર્યો હતો. તેણી કોઈ સંબંધીના ઘરે આવી હતી અને જેવા ભૂકંપના ઝાટકા શરુ થયા કે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને કહ્યુ કે તેણી ખૂબ જ એક્સાઇટેડ ફીલ કરી રહી છે.
@Divyanka_T do u even realise what insensitive content u have posted about earthquake? I am shocked at ur insensitivity. Idiocy at its peak. Shame on u #divyankatripathi
Her 1st earthquake?? So exciting?? Like seriously?? This is natural DISASTERS not your Acting Workshop about how Earthquake happened?? That even not exciting.
Just grow up woman. #DivyankaTripathihttps://t.co/JBryOzz17W
વીડિયોમાં એક્ટ્રેસ કહે છે કે, 'આ ખૂબ જ રોમાંચક છે કારણકે, હું મારા જીવનનો પહેલો ભૂકંપનો ઝાટકો અનુભવી રહી છુ... સોસાયટીમાંથી તમામ લોકો નીચે આવી ગયા છે. આ એક્સાઇટિંગ છે. હાલ પૂરતું, જ્યાં સુધી વધારે નથી થતું' ત્યારબાદ તેણી આજુબાજુના લોકોના પણ રિએક્શન લે છે.
That's why they say that don't express everything you feel on social media.....after saying foolish things n giggling about it she said its exciting jab tak zyada na ho but the damage was already done lol https://t.co/SIfUR4RY3n
દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોને આ વીડિયો ખૂબ જ અસંવેદનશીલ લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે દિવ્યાંકાનો આ વીડિયો શેર કરી તેના પર નારાજગી દર્શાવી છે અને એક્ટ્રેસને ભૂકંપથી થયેલા નુકસાનની યાદ અપાવી છે. જોકે, ઘણા લોકો એક્ટ્રેસના સપોર્ટમાં પણ આવી રહ્યા છે અને કહ્યુ કે તેણીએ વીડિયોમાં કહ્યુ કે આ ત્યાં સુધી એક્સાઇટિંગ છે જ્યાં સુધી વધારે નથી થતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર