દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો 'તારક મેહતા...'માં દયાબેનનો રોલ?

File Photo

ટીવીનાં સૌથી ચર્ચિત શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)ને ઓફર થયો હતો. પણ આ રોલ કરવાની તેણે ના પાડી હતી. દિવ્યાંકા તરફથી તેનાં પર હજુ સુધી કોઇ નિવેદન આપવામાં આવી નથી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) આ દિવસોમાં રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' (Khatro Ke Khiladi)ની સિઝન 11ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સમયે શોની શૂટિંગ દક્ષિણ આફ્રીકાનાં કેપ ટાઉન (Cape Town)માં ચાલી રહ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવનો જાણીતો ચહેરો છે. તેણે હાલમાં જ 'યે હૈ મોહબ્બતે' સીરીયલમાં જોવા મળી હતી. આ વચ્ચે એક્ટ્રેસ અંગે મોટી માહિતી સામે આવી છે. શું આપ જાણો છો કે, દિવ્યાંકાને શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ તેને ઓફર થયો હતો પણ દિવ્યાંકાએ આ શો કરવાની ના પાડી દીધી હતી.

  Koimoiની રિપોર્ટ મુજબ, ટીવીનાં સૌથી ચર્ચિત શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો પણ તેણે આ રોલ અદા કરવાની ના પાડી હતી. જોકે, દિવ્યાંકાએ આ ખબર પર જરાં કોઇ રિએક્શન આપ્યું નથી. તેથી હવે આ ખબરમાં કેટલી સચ્ચાઇ છે તે તો દિવ્યાંકા જ જણાવી શકે છે.


  દયાબેનનો રોલ અદા કરનારી દિશા વાકાણી (Disha Vakani) બીજી વખત શોમાં વાપસી કરશે. કે નહીં, તે અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ખરેખરમાં દિશાએ 2017માં મેટરનિટી લિવ માટે શોમાંથી બ્રેક લીધો હતો. જે બાદ તે શોમાં પરત આવી નથી. હે મા માતાજી અને ટપ્પૂ કે પાપા.. જેવાં ડાઇલોગ્સને અનોખી રીતે બોલી દર્શકોનું મનોરંજન કરનારી દિશાનાં ફેન્સ તેને મીસ કરે છે.

  આ પણ વાંચો- RHEA CHAKRABORTYની એક્ટિંગ સ્કિલ અંગે 'ચહેરે'નાં ડિરેક્ટરનું મોટું નિવેદન, બોલ્યો- 'તે આ ફિલ્મમાં..'

  તો બીજી તરફ ટીવીની પ્રખ્યાત બહુ દિવ્યાંકા ત્રિપાઠી અને ટીવીની બહૂ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) કેપટાઉનમાં ખુબજ મસ્તી કરી રહી છે. અવાર નવાર દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે તેની તસવીર શેર કરતી રહે છે.

  આ પણ વાંચો- PHOTOS: હાથમાં ચૂડો, ગળામાં મંગળસૂત્ર...નવી નવેલી દુલ્હનની જેમ સજી SAPNA CHOUDHARY

  હાલમાં 'ખતરો કે ખેલાડી 11' (Khatron ke Khiladi) નો પ્રોમો રિલીઝ થયો છે. પ્રોમોમાં દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) મગર ખોળામાં લઇને બેઠેલી નજર આવે છે. એટલું જ નહીં દિવ્યાંકા ત્રિપાઠીને સુવડાવવા લોરી સંભળાવી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીની દિલેરી જોઇ બાકીનાં સ્પર્ધકોની હાલત ખરાબ થઇ ગઇ છે.
  Published by:Margi Pandya
  First published: