દિવ્યાંકા ત્રિપાઠીનાં ઘરે કોરોનાનો કહેર, એક્ટ્રેસની કાકીનું નિધન

PHOTO: @DivyankaTripathi

દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)ની કાકી રાખી ત્રિપાઠી (Rakhi Tripathi)નું કોરોનાથી નિધન થઇ ગયુ છે. દિવ્યાંકાની માતા નિલમ ત્રિપાઠી (Neelam Tripathi)એ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસની બીજી લહર ઘણાં લોકો માટે ખરાબ સમાચાર લઇને આવી છે. કેટલાંયે લોકો તેની ચપેટમાં આવી ગયા છે. તો કેટલાંયે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. આ સમયે દિવ્યાંકાનાં ઘરે પણ દુખદ સમાચાર સામે આવ્યાં છે. દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)ની કાકી રાખી ત્રિપાઠી (Rakhi Tripathi)નું કોરોનાથી નિધન થઇ ગયુ છે.

  દિવ્યાંકા ત્રિપાઠીની માતા નિલમ ત્રિપાટી (Neelam Tripathi)એ સોશિયલ મીડિયા પર આ દુખદ ખબર શેર કરી છે. નીલમ ત્રિપાઠીએ ફેસબૂક પર લખ્યું છે કે, 'મારી દેરાણી રાખી ત્રિપાઠીનો સ્વર્ગવાસ થઇ ગયો છે. તમામને અનુરોધ છે ઘર પર રહો, સુરક્ષિત રહો.' દિવ્યાંકા ત્રિપાઠીની સાથે આ અંગે વાત કરતાં તેણે કોઇ પ્રતિક્રિયા આપી નથી. કોરોના મહામારીની ચપેટમાં ઘણાં ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ આવી ગયા છે. અને તેઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત ઘણાં કલાકારોનું કોરોના વાયરસને કારણે નિધન થઇ ગયું છે.  આપને જણાવી દઇએ કે, કેટલાંયે ભક્તિ ગીતો માટે પ્રખ્યાત અને ખાસ ફિલ્મી ગીતો લખનારા પંડિત કિરણ મિશ્ર (Pandit Kiran Mishra)નું આજે કોરોનાથી નિધન થઇ ગયુ છે. તે મુંબઇનાં સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ હતાં. તે 67 વર્ષનાં છએ. કહેવાય છે કે, તેમને ત્રણ દિવસ પહેલાં જ અંધીરી પૂર્વ સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પંડિત કિરણ મિશ્રએ 15 દિવસ પહેલાં જ કોરોનાનો પહેલો ડોઝ લીધો હતો.
  Published by:Margi Pandya
  First published: