દિવ્યા ભટનાગરનાં પતિ વિરુદ્ધ કેસ કરશે પરિવાર, ભાઇએ લગાવ્યો ગંભીર આરોપ

દિવ્યા ભટનાગરનાં પરિવારે તેનાં પતિ વિરુદ્ધ કેસ કરવાની તૈયારી કરી

દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નાં ભાઇએ જણાવ્યું કે, ગગને લગ્ન બાદ તુરંત જ દિવ્યાને શારીરિક અને માનસિક રૂપે પ્રતાડિત કરવાનું શરૂ કરી દીધુ હતું. એક્ટ્રેસનાં ભાઇએ જણાવ્યું કે, દિવ્યાનાં કબાટમાંથી તેમને એક પત્ર મળ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર ઘણાં શોમાં નાના મોટા રોલ્સમાં નજર આવેલી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નાં નિધનથી આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેઇમ એક્ટ્રેસ કોરોનાને કારણે સોમવારે માત્ર 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી જતી રહી. દિવ્યાનાં નિધન બાદ હવે તેનાં પરિવાર અને તેની મિત્ર દેવોલિના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) એ દિવ્યાનાં પતિ ગગન (Gagan) પર તેને મારવાનો અને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. હવે એક્ટ્રેસનાં પરિવારે ગગન વિરુદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

  ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)ને નિમોનિયા થઇ ગોય હતો જે બાદ તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. નાની ઉંમરે એક્ટ્રેસનાં આ રીતે જવાથી આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં સમાચાર મુજબ, દિવ્યાનાં ભાઇએ ચોકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે, તેની બહેનનાં પતિ ગગન વિરુદ્ધ તેઓ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવાનું વિચારી રહ્યાં છે.
  દિવ્યાનાં ભાઇએ જણાવ્યું કે, ગગને લગ્નનાં તુરંત બાદ જ દિવ્યાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. તેણે 7 નવેમ્બરનાં એક પત્ર લખ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, ગગન તેને પ્રતાડિત કરે છે અને ગાળો ભાંડે છે.

  એક્ટ્રેસનાં ભાઇએ કહ્યું કે, તેમને ગત રાત્રે દિવ્યાનાં કબાટમાંથી પત્ર મળ્યો હતો. ઘરેલૂ દુર્વ્યવહાર બાદ તેને પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેનાં વિરુદ્ધ 16 નવેમ્બરનાં ફરિયાદ દાખલ કરી. જ્યારે હોસ્પિટલમાં દાખલ હતી તે સમયે મે તેની સાથે વાત કરી તો ત્યારે તેને મજબૂત રહેવાની સલાહ આપી હતી.

  આ પણ વાંચો- Taarak Mehta Ka Ooltah Chashmahની રોશન ભાભીનું ઇન્સ્ટાગ્રામ હેક, કો-સ્ટારે આપી માહિતી

  તેણે કહ્યું કે, અમને આશા હતી કે તે સ્વસ્થ થઇ જશે. દિવ્યાનાં નિધનથી તેમની માતા સંપૂર્મ તુટી ગઇ છે. તે સમય તેમનાં માટે ઘણો જ મુશ્કેલ થઇ ગયો હતો. અને આ દુખ અસહનીય છે.
  Published by:Margi Pandya
  First published: