Home /News /entertainment /

HBD: દિવ્યા ભારતીની આ 5 ફિલ્મો, દુનિયાએ સમયથી પહેલા ટેલેન્ટેડ સ્ટાર ગુમાવી

HBD: દિવ્યા ભારતીની આ 5 ફિલ્મો, દુનિયાએ સમયથી પહેલા ટેલેન્ટેડ સ્ટાર ગુમાવી

દિવ્યા ભારતી, એક્ટ્રેસ

માર્ચ 1992માં દિવ્યાએ ડેવિડ ધવનની રોમેન્ટિક એક્શન ડ્રામા શોલા ઔર શબનમમાં કામ કર્યું હતું અને તે બોક્સ ઓફિસ પર હીટ થઈ હતી. જોકે, દિવ્યાએ રાજ કંવરની એવોર્ડ વિજેતા લવ સ્ટોરી દીવાનાથી વધુ સફળતા મેળવી હતી, જેમાં અભિનેતા રિશી કપૂર અને શાહરૂખ ખાને પણ કામ કર્યું હતું.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડે ઘણા બહારના લોકોને ઇન્ડસ્ટ્રીમાં એક છાપ બનાવતા જોયું છે અને આવી જ એક અભિનેત્રી દિવ્યા ભારતી, જે 90ના દાયકામાં રાતોરાત સ્ટાર બની ગઈ હાતી. દિવંગત અભિનેત્રીનો જન્મ 25 ફેબ્રુઆરી, 1974માં ઓમ પ્રકાશ ભારતી અને મીતા ભારતીને ત્યાં થયો હતો. આજે દિવંગત અભિનેત્રીની 47મી જન્મજયંતિ છે. દિવ્યાએ ટૂંકા ગાળામાં 20 ફિલ્મોમાં કામ કર્યું હતું, જે હજી સુધી કોઈ પણ ડેબ્યુટેન્ટ દ્વારા અખંડ રેકોર્ડ છે. જ્યારે તે માત્ર કિશોર વયની હતી, તેણીએ વેંકટેશ સાથે તેલુગુ ફિલ્મ બોબીલી રાજુ (1990)થી અભિનયની શરૂઆત કરી હતી. તે એક ઇન્સ્ટન્ટ હિટ હતી.

  પછીથી આ યુવાન અભિનેત્રીએ ચિરંજીવી, મોહન બાબુ અને નંદમૂરી બાલકૃષ્ણ જેવા ટોચનાં તેલુગુ અભિનેતાઓ સાથે કામ કર્યું. દિવ્યાએ રાઉડી અલ્લડુ અને એસેમ્બલી રાઉડી જેવી વધુ હિટ ફિલ્મ્સ પણ આપી. જ્યારે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી રહી હતી, ત્યારે બોલિવૂડના ઘણા ટોચના દિગ્દર્શકો આતુરતાથી દિવ્યાને ફિલ્મ્સ માટે સાઇન કરવાની રાહ જોઈ રહ્યા હતા. 1992માં અભિનેત્રીએ સની દેઓલની સાથે રાજીવ રાયની ફિલ્મ વિશ્વાત્માથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં ભારતીનું ગીત સાત સમુંદર એ વર્ષની શ્રેષ્ઠ ટ્રેક બની. લોકોને આજે પણ દિવ્યાનું આ ગીત યાદ છે.

  માર્ચ 1992માં દિવ્યાએ ડેવિડ ધવનની રોમેન્ટિક એક્શન ડ્રામા શોલા ઔર શબનમમાં કામ કર્યું હતું અને તે બોક્સ ઓફિસ પર હીટ થઈ હતી. જોકે, દિવ્યાએ રાજ કંવરની એવોર્ડ વિજેતા લવ સ્ટોરી દીવાનાથી વધુ સફળતા મેળવી હતી, જેમાં અભિનેતા રિશી કપૂર અને શાહરૂખ ખાને પણ કામ કર્યું હતું. તે 1992ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિવ્યાના અભિનયની ટીકાકારો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, કેમ કે તેણે પાત્રની વિચિત્રતા તોડી નાખી હતી. તે વર્ષે તેણે લક્સ ન્યૂ ફેસ ઓફ ધ યર માટેનો ફિલ્મફેર એવોર્ડ અને શ્રેષ્ઠ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

  10 મે, 1992ના રોજ દિવ્યાએ તેમના નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારોહમાં ડિરેક્ટર-નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યું. આ બંનેની મુલાકાત ગોવિંદા દ્વારા શોલા ઔર શબનમના સેટ પર થઈ હતી. તેના લગ્ન પછી તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને સના નડિયાદવાલા રાખ્યું.

  પરંતુ દુર્ભાગ્યવશ દુનિયાએ સમય પહેલા જ એક મહાન પ્રતિભા ગુમાવી દીધી હતી, કારણ કે અભિનેત્રીનું 5 એપ્રિલ 1993માં મુંબઈના વર્સોવામાં પોતાના પાંચમા માળના એપાર્ટમેન્ટથી નીચે પડતા નિધન થયું હતું. તેને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરાઈ હતી. ભારતીનું અવસાન થયું, ત્યારે તે ફક્ત 19 વર્ષની હતી. તેના અકાળ મૃત્યુથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આજની તારીખમાં તેનું મૃત્યુ રહસ્ય છે.

  આજે દિવ્યા ભારતીની 47મી જન્મજયંતિ નિમિત્તે અમે અહીં તેની કેટલીક ફિલ્મોના નામ આપ્યા છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે આપણે બહુ જલ્દી એક સ્ટાર ગુમાવ્યો છે.

  વિશ્વાત્મા- આ ફિલ્મ રાજીવ રાય દ્વારા દિગ્દર્શિત હતી અને તે બોક્સ ઓફિસ પર ‘હિટ’ ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિવ્યા ભારતી ઉપરાંત સન્ની દેઓલ, ચંકી પાંડે અને નસીરુદ્દીન શાહ પણ હતા. આ ફિલ્મમાં દિવ્યાએ કુસુમની ભૂમિકા ભજવી હતી.

  દિલ કા ક્યા કસૂર- 1992માં લોરેન્સ ડીસુઝાનું રોમેન્ટિક ડ્રામા દિલ કા ક્યા કસૂર રિલીઝ થઇ. જેમાં પૃથ્વીની સાથે દિવ્ય ભારતી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. દિવ્યાએ શાલિનીની ભૂમિકા નિભાવી હતી, જે એક ધનિક ઉદ્યોગપતિ રાજેશ સક્સેના ઉર્ફે સુરેશ ઓબેરોયની બહેન છે. બાદમાં શાલિની ઉર્ફે દિવ્યા તેના ક્લાસના વિદ્યાર્થી અરુણ કુમાર ઉર્ફે પૃથ્વીના પ્રેમમાં પડી ગઈ.

  શોલા ઔર શબનમ- દિવ્યાની બીજી ફિલ્મ શોલા ઔર શબનમ વર્ષ 1992માં રિલીઝ થઈ હતી. તે ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત હતી અને દિવ્યાએ ગોવિંદાની અપોઝીટ ભૂમિકા ભજવી હતી. તે બોક્સ ઓફિસ પર સુપરહિટ હતી અને ફિલ્મના "તુ પાગલ પ્રેમી આવરા" ગીતની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં દિવ્યા અને ગોવિંદા સાથે અનુપમ ખેર, ગુલશન ગ્રોવર, મોનીશ બહલ અને અન્ય પણ હતા.

  દીવાના- રાજ કંવરની 1992માં આવેલી ફિલ્મ દિવાનાથી શાહરૂખ ખાને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તે દિવ્યા ભારતી માટે ઘણી સફળ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં અભિનેતા રિશી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. દિવાનાએ બોક્સ-ઓફિસ પર મોટી સફળતા હતી અને ત્યારબાદ તેને તમિલ, તેલુગુ અને બંગાળી ભાષાઓમાં ફિલ્મ બનાવાઈ. આ ફિલ્મે 38માં ફિલ્મફેર એવોર્ડ્સમાં પાંચ એવોર્ડ મેળવ્યા.

  રંગ- રંગ ફિલ્મ રિલીઝ થયાના ત્રણ મહિના પહેલાં જ દિવ્યા ભારતીનું અવસાન થયું હતું અને તે તેમની યાદમાં સમર્પિત હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સુપરહિટ’ તરીકે રેકોર્ડ થઈ હતી. દિવ્યા સિવાય આ ફિલ્મમાં આયેશા ઝુલકા, જીતેન્દ્ર, અમૃતા સિંઘ, કદર ખાન, કમલ સદનાહ અને બિંદુ પણ મુખ્ય ભૂમિકામાં હતાં.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Birth anniversary, Divya Bharti, Entertainment news, Govinda, News in Gujarati, Sajid nadiadwala

  આગામી સમાચાર